Monday, 23 October 2017

Blog No Baap

એરંડીયાનું તેલ હર્નિયા, ગઠીયા, કબજિયાત, ફાટેલી એડી,ચામડીના રોગ જેવા 25 રોગનો કરે છે વિનાશ


એરંડીયાનું તેલ હર્નિયા, ગઠીયા, કબજિયાત, ફાટેલી એડી, વાળને મૂળમાંથી ઉગાડવા, હાથ પગમાં બળતરા-સોજો, ચામડીના રોગ વગેરે 25 રોગનો કરે છે વિનાશ, આવો જાણીએ

નમસ્કાર મિત્રો તમારું ફરી એક વખત સ્વાગત છે આજે અમે તમને એવા તેલ વિષે જણાવીશું જે આપણામાં ના સેકડો ઔષધીય ગુણો સમાયેલ છે, આપણે વાત કરી રહ્યા છીએ એરંડીયાના તેલની જે પેટની બીમારી, ફોડલા-ખીલ, શરદી થી થતા રોગ, સોજો, કમર, પીઠ, ગઠીયા, પેટ અને ગુદાના દર્દનો વિનાશ કરે છે. આજે અમે તમને તેના 25 ચમત્કારી ફાયદા વિષે જણાવીશું, આવો જાણીએ છીએ.

એરંડીનું તેલના 25 ચમત્કારી ફાયદા :

(1) ગઠીયા (સાંધાનો દુઃખાવો) : પેટમાં આંવ દબાઈ જવાથી ગઠીયા થઇ જાય છે. ગઠીયામાં એરંડિયાનું તેલ કબજિયાત દુર કરવા માટે સેવન કરો. તેનાથી આંવ બહાર નીકળશે અને ગઠીયામાં આરામ મળશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે એક ગ્રામ હરડે અને એરંડિયાનું તેલ સાથે સેવન કરવાથી રોગીના ગોઠણનો દુઃખાવો દુર થાય છે. કે 25 મી.લી. એરંડિયાનું તેલ રોજ સવાર સાંજ ખાલી પેટ પીવો તેનાથી ગઠીયાનો રોગ ઠીક થાય છે.

(2) ચહેરાની ઝાંખપ માટે : એરંડિયાનું તેલ 10 મિલી અને બેસન 50 ગ્રામ લઇ ભેળવીને લગાવવાથી ચહેરો સાફ થઈને સુંદર બને છે. ઝાંખપ દુર થાય છે.

(૩) કબજિયાત : એરંડિયાના તેલના 10 ટીપાને રાત્રે સુતા સમયે પાણીમાં ભેળવીને સેવન કરવાથી કબજિયાત ની બીમારીમાં લાભ થાય છે.

(૩) હર્નિયા કે આતરડાનું ઉતરવું કે આત્રવૃદ્ધી 250 મી.લી. ગરમ દુધમાં ૨૦ મી.લી. એરંડિયાનું તેલ ભેળવીને મહિના સુધી પીવો એનાથી અંત્રવૃદ્ધી ઠીક થઇ જાય છે.

(4) એડી ફાટવી : પગને ગરમ પાણીમાં ધોઈને તેમાં એરંડિયાનું તેલ લગાવવાથી ફાટેલ એડીઓ ઠીક થઈ જાય છે.

(5) માથાનો દુઃખાવો : એરંડિયાના તેલનું માલીશ માથામાં કરવાથી માથાના દુખાવાની પીડા દુર થાય છે. એરંડિયાની ડાળીને પાણીમાં વાટીને માથા ઉપર લગાવવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.

(6) વાળનું ઉતરવું (ટાલિયા પણાનો રોગ) એરંડિયા કે સરસીયાના તેલમાં હળદર બાળીને ચાળીને તેમાં થોડું કપૂર ભેળવી ને માથાની ટાલ વાળી જગ્યાએ માલીશ કરો. તેનાથી માથા ઉપર વાળ ઉગવાના શરુ થઇ જાય છે.

(7) ચામડી (ત્વચા) ના રોગ : એરંડિયાના તેલની માલીશ કરતા રહેવાથી શરીરનો કોઈપણ ભાગ ફાટવાની તકલીફ દુર થઇ જાય છે.

(8) હાથ પગ જકડાઈ જવા : એરંડિયાના તેલથી હાથ અને પગ ઉપર બે થી ત્રણ મિનીટ સુધી ધીમે ધીમે માલીશ કરવાથી ઠંડક ને લીધે ઉત્પન થયેલ જકડાપણ દુર થાય છે.

(9) પીઠનો દુઃખાવામાં : એરંડિયાનું તેલ અને ગૌમૂત્ર ભેળવી દો . તેને પીઠ, કમર, ખભો, પેટ અને શુળ(દર્દ) નાશ થઇ જાય છે.

(10) દાઝ્યા ઉપર : એરંડિયાનું તેલ થોડા ચુના સાથે ઘસીને આગથી દાઝ્યા ઉપર લગાવવાથી તે તરત ભરાઈ જાય છે. એરંડિયાના પાંદડાનો રસમાં સરખા ભાગે સરસીયું તેલ ભેળવીને લગાવવાથી પણ લાભ મળે છે.

(11) સોંદર્યવર્ધક : એરંડિયા ના તેલમાં ચણાનો લોટ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ફોડકી વગેરે મટીને ચહેરો સુંદર બને છે.

(12) નખ : એરંડિયાને હુફાળા (હલકું ગરમ) તેલમાં નખ ને થોડી મિનીટ ડૂબાડી રાખો, પછી તે જ તેલ થી માલીશ કરો. જો ડૂબાડવા શક્ય ન હોય તો ગરમ તેલમાં રૂ ડુબાડીને નખ ઉપર રાખો. તેનાથી નખ ચમકવા લાગશે.

(૧૩) માથાનો દુઃખાવો : સરખા ભાગે એરંડિયા અને શુદ્ધ નારીયેલ નું તેલ ને ભેળવીને તેમાં લીંબડાના પાંદડા નાખીને વાટી લો અને પાણીથી માથું ધોઈને આ મિશ્રણને માથા ઉપર લગાવવાથી માથાના દર્દ માં ઘણો આરામ મળે છે.

(14) પેટના કરમિયા : એરંડિયાનું તેલ ગરમ પાણી સાથે આપવું જોઈએ અથવા એરંડિયાનો રસ મધમાં ભેળવીને બાળકોને પીવરાવવું જોઈએ. તેનાથી પેટના જીવડા મરી જાય છે.

(15) માથા ઉપર વાળ ઉગાડવા માટે : એવા શિશુ જેના માથા ઉપર વાળ નથી ઉગતા કે ખુબ ઓછા હોય કે એવા પુરુષ-સ્ત્રી જેમને પાપણ ના ભમ્મર ઉપર ખુબ ઓછા વાળ છે તો તેમણે એરંડિયાના તેલનું માલીશ નિયમિત રીતે સુતી વખતે કરવું જોઈએ. તેનાથી થોડા જ અઠવાડિયામાં સુંદર, ઘાંટા, લાંબા, કાળા વાળ ઉત્પન થઇ જશે.

(16) ઘા : એરંડિયાના તેલમાં લીંબડાનું તેલ ભેળવીને ઘા ઉપર લગાવો.

(17) ડાઘ-ધબ્બા : તલ, મસ્સા, ચહેરા ઉપર ધબ્બા, ખીલ ફોડકી હોય તો એક બે મહિના સુધી સવાર સાંજ એરંડિયાના તેલનું માલીશ કરો. તેનાથી ઉપરના વિકાર ઠીક થઇ જાય છે. મસ્સા, ઉપર તેલમાં કપડું પલાળીને પાટો બાંધી રાખવું જોઈએ. કે એરંડિયાના તેલમાં ચણાનો લોટ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ઝાઈ વગેરે દુર થઈને ચહેરો સાફ થઇ જાય છે.

(18) પેટનો દુઃખાવો કે વારંવાર ઝાડા થવા : એરંડિયાના તેલનો જુલાબ આપવો જોઈએ. તેનો જુલાબ ખુબ સારો હોય છે. તેનાથી પેટમાં દુઃખાવો થતો નથી અને પાણી જેમ પાતળા ઝાડા પણ નથી થતા, માત્ર મળ સુદ્ધી થાય છે. જો તેનો જુલાબ ફાયદો નથી કરતો તો તે કોઈ નુકશાન પણ નથી પહોચાડતું. નાના બાળકોથી વૃદ્ધ સુધીનાઓ માટે તે સરખો ઉપયોગી છે. સુંઠના ઉકાળા સાથે પીવાથી એરંડિયાના તેલની દુર્ગંધ ઓછી થઇ જાય છે અથવા મોટા એવા કોગળા કરીને એરંડિયાનું તેલ પીવાથી અરુચિ નથી થતી.

(19) શરીરમાં સોજો : એરંડિયાના તેલને હળવું ગરમ કરીને માલીશ કરવાથી ગોઠણના દુઃખાવામાં અને સોજા દુર થઇ જાય છે.

(20) હરસ, પગના ખીલ, ફોડકા, મસ્સા, બીબાઈ , ધબ્બા, ગાંઠ : એરંડિયાના તેલનું માલીશ નિયમિત રીતે કરતા રહેવાથી બબાસીરના મસ્સા, પગના ખીલ, ફોડકા, બીબાઈ, ધબ્બા, ગાંઠ ઉપર ની બધી જ તકલીફો ધીમે ધીમે દુર થઇ જશે.

(21) પાયરીયા : એરંડિયાના તેલમાં કપૂરનું ચૂર્ણ ભેળવીને દિવસમાં બે વાર નિયમિત રીતે પેઢાની માલીશ કરતા રહેવાથી પાયરીયા રોગમાં આરામ મળે છે.

(૨૨) તલ મસ્સા : ચહેરા કે આખા શરીર ઉપર તલ, ધબ્બા કે ભૂરા ભૂરા ડાઘ (લીવર સ્પોટ્સ) હોય કે ગાલ કે ચામડી ઉપર નાની નાની ગાંઠો, કડક ગોટલા નીકળે તો દિવસમાં બે કે ત્રણ વાર સતત એરંડિયાનું તેલનું માલીશ કરથી ધીમે ધીમે બધું ઠીક થઇ જાય છે. એરંડિયાનું તેલ લગાવવાથી મસ્સા ઢીલા થઈને ખરવા લાગે છે. કે એરંડિયાના તેલને સવાર સાંજ એક બે ટીપા હલકા હાથથી મસ્સા ઉપર ઘસવાથી એક કે બે મહિનામાં મસ્સા પડી જાય છે.

(23) વાત રોગ : એરંડિયાના તેલમાં ગાયનું મૂત્ર ભેળવીને એક મહિના સુધી રોજ ખાવાથી દરેક જાતના વાત રોગ દુર થઇ જાય છે.

(24) હાથ પગની બળતરા : એરંડિયાના તેલમાં બકરીનું દૂધ ભેળવીને હાથ પગ ઉપર માલીશ કરવાથી લાભ મળે છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :