દલા તલવાડી વાળી વાર્તા નાનપણ માં સાંભળી હશે.
વસરામ ભુવા ની વાડીએથી રીંગણાં ચોરતા દલા તલવાડી વાળી ને પૂછી પૂછી ને રીંગણાં ચોરે છે અને આત્મસંતોષ માને છે કે મેં કોય ચોરી નથી કરી.
મેં તો વાળી ને પૂછી ને જ રીંગણાં લીધા છે અપરાધભાવ રાખ્યા વગર ચોરી કરવા ની આ અજબ રીત છે.ખેડૂત વસરામ ભુવા ને ખબર પડે છે ત્યારે આજ યુક્તિ અજમાવી દલા તલવાડી ને સજા કરે છે.
આજ નાં સમય માં આ વાત સરકાર ને અને ખાસ કરી આપડા ગુજરાતી પ્રધાનમંત્રી પર બંધ બેસે છે.
જેમકે ”દેશ રે દેશ ટેક્સ લગાવું બે પાચ ટકા? અરે લગાવો ને ૧૮ થી ૨૮%”
દેશ રે દેશ પાકિસ્તાન થી આંખો થી આંખો માંદાવું એક વાર? અરે કોઈ ને કીધા વિના પહોચો ને નવાબ સાહેબ ની બર્થડે કેક ખાવા..
દેશ રે દેશ વિદેશ યાત્રાએ જયુ એક બે દિવસ? અરે જાયો ને એક બે વરસ ..
દેશ રે દેશ ઉદ્યોગપતિ ની લોન કરું માફ એકાદ લાખ કરોડ? અરે કરો ને પાંચ દસ કરોડ.
દેશ રે દેશ ગૌમાંસ નિર્યાત કરું એકાદ હજાર ટન? અરે કરો હજારો મેટ્રિક ટન
દેશ રે દેશ FDI લાવું ૫૦%? અરે લાવો ને સોયે સો ટકા
સાંપ્રત સ્થિતિ માં આ વાત સમજવી હોય તો દિવસે નો વધે એટલા રાતે સંપતિમાં વધતા કોમ્ભાંડકારીઓ આજના દલા તલવાડી છે અને આમ જનતા વસરામ ભુવા નું ખોળિયું .
ફર્ક માત્ર એટલો કે વસરામ ભુવાની પોતાની વાડી હોવા છતાં સજા ફટકારવાની કોઈ સીધી સત્તા એની પાસે નથી.એ બહુ બહુ તો વોટ આપતી વખતે પોતાનો ગુસ્સો દર્શાવી શકે.
પ્રશ્ન પત્ર આપણે જ તૈયાર કરીએ અને જવાબ પણ આપણે જ આપીએ એવી સુમધુર સ્થિતિ જીંદગી માં હોતી નથી. આપનું પેપર કોય બીજું જ સેટ કરતુ હોય છે. જવાબ આપી આપણે ઉતીર્ણ થવાનું છે.
બધા સપના પુરા નથી થતા.આપણે ધારીએ એવું બધું જ થતું હોત તો જીંદગી વધુ રૂપાળી લાગી હોત.આપણી મરજી પ્રમાણે તો આપણા શ્વાસ પણ નથી ચાલતા,છતાં આપણી જીજીવિષા પ્રમાણે કે અભિગમ પ્રમાણે સંજોગો નો ટોન બદલાતો રહે છે.
બીબાઢાળ પરિસ્થિતિ હોઈ શકે, પણ બીબા ઢાળ માનસિકતા ન પરવડે. પરિવર્તન ને શારીરિક ઉમર સાથે કઈ લેવા દેવા નથી.શીખવાની ધગસ માનસિક ઉમર નક્કી કરે છે.નવું સ્વીકારવાની વાત તો દુર રહી,નવું જોવા ની ઝંખના પણ ગુમાવી બેસીએ તો વગર મોતિયે ઓપરેશન કરાવવા ની સ્થિતિ નિર્માણ થાય.