ગોખરું બધા જ પ્રદેશોમાં મળી જતો છોડ છે. આ જમીન ઉપર ફેલાતો છોડ છે, જે દરેક જગ્યાએ મળી આવે છે. વરસાદની શરૂઆતમાં જ આ છોડ જંગલો, ખેતરોની આસપાસમાં ઉગી આવે છે. ગોખરું નાના અને મોટા બે પ્રકારના હોય છે. પરંતુ તેના ગુણોમાં સમાનતા હોય છે. ગોખરુંની ડાળીઓ લગભગ ૯૦ સે,મી. લાંબી હોય છે તેમાં પાંદડા ચણા જેવા હોય છે. દરેક પાંદડા ૪ થી ૭ ના સમુહમાં જોવા મળે છે. તેની ડાળીઓ ઉપર લીટી અને થોડા થોડા અંતરે ગાંઠો હોય છે.
ગોખરું ના ફૂલ પીળા જેવા હોય છે જે શિયાળામાં ઉગે છે. તેના કાંટા છરા જેવા હોય છે, એટલે તેને ગોક્ષુર કહેવામાં આવે છે. તેના બીજ માંથી સુગંધિત તેલ નીકળે છે. તેના ઝાડ ૧૦ થી ૧૫ સે,મી. લાંબા હોય છે તથા તે નરમ, રેશાદાર ભૂરા રંગ ની ઈખ નાં મૂળ જેવા હોય છે. ઉત્તર ભારતમાં હરિયાણા, રાજસ્થાન માં ખુબ જોવા મળે છે. ગોખરું નો આખો છોડ જ ઔષધીય ક્ષમતા ધરાવે છે. ફળ અને મૂળ જુદી રીતે ઉપયોગી બને છે.
ગોખરું ની પ્રકૃતિ ગરમ હોય છે. તે શરીરમાં શક્તિ આપવા વાળું, નાભિની નીચેના ભાગે સોજો ઓછો કરવા વાળું, વીરની વૃદ્ધી કરવાવાળું, વળ્ય રસાયણ, ભૂખ વધારનારું, નબળા પુરુષો અને મહિલાઓ માટે એક દવા પણ છે. તે સ્વાદિષ્ટ હોય છે. તે પેશાબને લગતી તકલીફો તથા પેશાબ કરતી વખતે થતી બળતરા દુર કરવાવાળું, પથરીને દુર કરવાવાળું, બળતરાને શાંત કરવાવાળું, પ્રમેહ (વીર્ય વિકાર), શ્વાસ, ખાંસી, હ્રદય રોગ, બબાસીર તથા ત્રિદોષ (વાત,કફ અને પિત્ત) ને દુર કરવાવાળું. તથા માસિક ધર્મ ને ચાલુ કરે છે. તે દશમૂલારિષ્ટ માં પ્રયુક્ત થનાર એક દ્રવ્ય પણ છે. તે નપુંસકતા નાં નિવારણ તથા વારવાર થતો ગર્ભપાત માં પણ સફળતાથી કામ કરે છે.
ગોખરું તમામ પ્રકારના ગુર્દાના રોગો ઠીક કરવામાં ઉપયોગી ઔષધી છે. તે ઔષધી મૂત્રના પ્રમાણને વધારીને પથરીને થોડા જ અઠવાડિયામાં ટુકડે ટુકડા કરીને બહાર કાઢી નાખે છે.
ગોખરુંના ફળ મોટા અને નાના બે પ્રકારના હોય છે. બન્નેના ફૂલ પીળા અને સફેદ હોય છે. ગોખરુંના પાંદડા પણ સફેદ હોય છે. ગોખરુંના ફળની ચરે બાજુ પર એક એક કાંટા હોય છે. નાના ગોખરુંના છોડ ઘટાદાર હોય છે. ગોખરુંના પાંદડા ચણા જેવા હોય છે. તેમાં ફળમાં ૬ કાંટા જોવા મળે છે. ઘણી જગ્યાએ લોકો તેના બીજ નો લોટ બનાવીને ખાય છે.
વૈધકના તેને શીતલ, મધુર,પુષ્ટ, રસાયણ, દીપન અને કાશ, ફયુ,અર્શ અને બ્રણનાશક કહે છે.
તે શીતવીર્ય, મૂત્રવિરેચક, બસ્તીશોધક, અગ્નિદીપક,વૃષ્યવિકાર, પ્રમેહ, નપુંસકતા, ઓવેરિયન રોગ, વીર્યક્ષીણતા માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ગર્ભાશયને શુદ્ધ કરે છે તથા વંધ્યત્વ ને મટાડે છે. આ રીતે તે પ્રજનન અંગો માટે એક પ્રકારની શોધક, બળવર્ધક ઔષધી છે.
તે બ્લેન્ડર અને કીડની ની પથરી નો નાશ કરે છે તથા મૂત્રાવરોધ ને દુર કરે છે. મૂત્ર માર્ગેથી મોટી પથરી ને તોડીને બહાર કાઢી નાખે છે.
તેનો ઉપયોગ કેવી રીતે કરવો !
તેના ફળનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ દિવસમાં બે કે ત્રણ વખત. પંચાંગ ક્ક્વાથ ૫૦ થી ૧૦૦ મિલી લીટર
પથરી રોગમાં ગોક્ષુર ના ફળો નું ચૂર્ણ મધ સાથે ૩ ગ્રામ ની માત્રમાં સવારે સાંજે આપવામાં આવે છે. મુત્રની સાથે જો રક્તસ્ત્રાવ પણ હોય તો ગોક્ષુર ચૂર્ણ ને દૂધમાં ઉકાળીને ખાંડ સાથે પીવરાવે છે.
સુજક રોગ (ગનોરિયા) માં ગોક્ષુરને કલાકો પાણીમાં પલાળીને તેને સારી રીતે ગાળીને દિવસમાં ચાર વખત ૫-૫ ગ્રામ ની માત્રામાં આપવામાં આવે છે. કોઈ પણ કારણોસર જો પેશાબ માં બળતરા હોય તો ગોખરુંના ફળ અને પાંદડા નો રસ ૨૦ થી ૫૦ મીલીલીટર દિવસમાં બે ત્રણ વખત પીવરાવવાથી તે તરત જ મટે છે. પ્રમેહ શુક્રમેહ માં ગોખરું ચૂર્ણને ૫ થી ૬ ગ્રામ ખાંડ સાથે બે વખત આપવામાં આવે છે. તરત લાભ મળે છે.
મૂત્ર રોગને લગતી તકલીફો કે પ્રોસ્ટેટ ગ્રંથીથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબ નું પોતાની મેળે નીકળવું (યુરીનરી ઇન્કાન્ટીનેન્સ) નપુંસકતા, મૂત્રાશય નો જુનો સોજો વગેરે માં ગોખરું ૧૦ ગ્રામ, પાણી ૧૫૦ ગ્રામ, દૂધ ૨૫૦ ગ્રામને ઉકાળી ને અડધું રહે ત્યારે ગાળીને રોજ પીવરાવવાથી મૂત્ર માર્ગની બધી વિકૃતિઓ દુર થાય છે. પેટ માં, અતિરિક સ્ત્રાવ માં, સ્ત્રી જન્ય અંગોમાં સામાન્ય સંક્રમણો માં ગોખરું એક પ્રતિ સંક્રમણ નું કામ કરે છે. સ્ત્રી રોગો માટે ૧૫ ગ્રામ ચૂર્ણ ને ઘી અને સાકર સાથે આપવામાં આવે છે. ગોખરું મૂત્ર પીંડને ઉત્તેજિત કરે છે, વેદના નાશક અને બલદાયક છે. તની સીધી અસર મૂત્રેન્દ્રિય ની મુલાયમ ત્વચા ઉપર પડે છે.
ગોખરું ચૂર્ણ પોસ્ટેટ વધવાથી મૂત્ર માર્ગ માં આવતા અવરોધોને દુર કરે છે, તે સ્થળ માં વધુ લોહીના સંચયને રોકે છે તથા યુરેથ્રા ના દ્વારો ને ઉત્તેજિત કરીને મૂત્રને બહાર કાઢે છે. બહુસંખ્ય વ્યક્તિઓમાં ગોખરુંના પ્રયોગ પછી ઓપરેશનની જરૂર રહેતી નથી. તેને યોગના સ્વરૂપ આપીને અનુપદ ભેદના માધ્યમ થી જ આપવામાં આવે, તે ઉચિત છે, એવું વેજ્ઞાનિકો નું અને બધા અધ્યયનો નો અભિપ્રાય છે.
તેનું સેવન દવાની રીતે કે શાક ની રીતે પણ કરી શકાય છે. ગોખરુંના ફળનું ચૂર્ણ ત્રણ થી છ ગ્રામ ની માત્રામાં દિવસમાં બે કે ત્રણ વખત કરી શકો છો. તેનો ઉકાળો ૫૦ થી ૧૦૦ મિલી લીટર સુધી સેવન કરી શકો છો. ગોખરું નું શાક તબિયત ને નરમ કરે છે, શરીરમાં લોહીની વૃદ્ધી કરે છે અને દોષો ને દુર કરે છે. એ પેશાબની રુકાવટ ને દુર કરે છે તથા માસિકધર્મને શરુ કરે છે. સુજાક અને પેશાબની બળતરાને દુર કરવા માટે તે લાભદાયી છે.
આચાર્ય ચરકે ગોખરુંને મૂત્ર વિરેચન દ્રવ્યો માં મુખ્ય માનતા લખે છે ગોક્ષુર ને મુત્રકૃચ્છાનીલહરાણામ એટલે કે તે મૂત્ર કુચ્છ (ડીસયુરીયા) વિસર્જન ને સમયે થનાર કષ્ટ માં ઉપયોગી એક મહત્વપૂર્ણ ઔષધી છે. આચાર્ય સુશ્રુતે લઘુપંચકમૂળ, કંટક પંચમુલ ગણો માં ગોખરુંનો ઉલ્લેખ કર્યો છે. ઉશ્મરી ભેદન (પથરી ને તોડવી, મૂત્ર માર્ગેથી બહાર કાઢી નાખવી) કારણ પણ ઉપયોગી માંને છે.
શ્રી ભાવ મિશ્ર ગોક્ષુરને મૂત્રાશયની શોધ કરવાવાળા, અશ્મરી ભેદક બતાવે છે અને લખે છે કે પેટના બધા રોગો માં ગોખરું સર્વશ્રેષ્ઠ દવા છે. વનોષધી ચંદ્રોદય ના વિદ્વાન લેખક અનુસાર ગોખરું મૂત્ર પીંડને ઉત્તેજના આપે છે. વેદના નાશક અને બલદાયક છે.
તેની સીધી અસર મુત્રેન્દ્રિયની નાજુક ત્વચા ઉપર પડે છે. સુજાક તોગ અને વસ્તીશોધ (પેચ્વિક ઇન્ફલેમેશન) માં પણ ગોખરું તરત તેની અસર બતાવે છે.
હોમયોપેથી માં શ્રી વિલિયમ બેરીક ના મત પ્રમાણે માનવામાં આવે છે. ખાસકરીને વનોષધિઓ ના વીશમાં તે લખે છે કે મૂત્ર માર્ગમાં અવરોધ, વીર્યપટ, પોસ્ટેટ ગ્રંથી નો સોજો અને અણી રોગો માં ગોખરું ૧૦ થી ૨૦ ટીપા દિવસમાં ત્રણ વખત આપવાથી તરત લાભ થાય છે.