Sunday, 22 October 2017

Blog No Baap

આ રાજવંશ અંગ્રેજી ઈન્ટરવ્યું માં પોતાને ગણાવે છે ભગવાન રામ નાં વંશજ જુયો રાજે મહારાજે


મીડિયા માં અત્યારે આ સ્ટોરી ચાલી રહેલી છે જેમાં કહેવાયું છે કે મળી આવ્યા ભગવાન રામ નાં વંશજ પ્રાણ જાય પણ વચન ના જાયને આજે પણ અનુસરે છે.

15 ઓગસ્ટ 1947 દેશને દેશને અંગ્રેજોથી આઝાદી મળ્યાની સાથે જ રાજશાહીનો પણ અંત આવ્યો. ત્યાર બાદ પણ ઘણા રાજપરિવારો એવા રહ્યા જે આજે પણ તે જ મહિમા માટે ઓળખાય છે. લોકો આજે પણ તેમને પોતાના રાજા માંને છે.


એવું જ છે જયપુર રાજવંશો. કહી દઈએ કે અંગ્રેજી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જયપુરની મહારાણી પદ્મિની દેવીએ કહ્યું હતું કે તે રામના વંશજ છે.

જોકે ભારત નાં બધા જ રામ નાં વશંજ કહી શકાય પણ રાજા મહારાજાઓ પણ એની બહાર નાં નથી.


આ ઇન્ટરવ્યુમાં પદ્મિની દેવીએ કહ્યું હતું કે તેમનો પરિવાર રામના પુત્ર કુશના પરિવારના વંશજ છે.તેમના પતિ અને જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ કુશના 309માં વંશજ હતા. 21 ઓગસ્ટ 1912માં જન્મેલ મહારાજા માનસિંહે ત્રણ વિવાહ કરેલા હતા (ભગવાન રામે એક પત્નીવ્રત ની ટેક આપેલી પણ આ જાળવી નાં શક્યા). પ્રથમ વિવાહ 1924માં 12 વર્ષની ઉમરમાં જોધપુરના મહારાજા સુમેરસિંહની બહેન મરુધરકંવર સાથે થયા હતા.


માનસિંહના બીજા વિવાહ તેમની પહેલી પત્નીની ભત્રીજી કિશોર કંવર સાથે 1932 માં થયા. ત્યાર બાદ 1940માં તેમણે ગાયત્રીદેવી સાથે ત્રીજો વિવાહ કર્યા. મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરુઘરકંવરના પુત્ર ભવાનીસિંહના વિવાહ પદ્મિની દેવી સાથે થયા. તેમની એક માત્ર પુત્રી છે દિયા કુમારી.

દિયા કુમારીના વિવાહ નરેન્દ્રસિંહ સાથે થયા. તેમના બે પુત્ર પદ્મનાભસિંહ અને લક્ષ્યરાજસિંહ છે અને પુત્રી નું નામ ગૌરવી છે. પદ્મનાભસિંહ 12 વર્ષની ઉંમરે જયપુર રિયાસત સંભાળવા લાગ્યો તો બીજો પુત્ર લક્ષ્યરાજસિંહે માત્ર 9 વર્ષમાં આ જવાબદારી સંભાળી.


મહારાજા બ્રીગેડીયર ભવાનીસિંહને કોઈ પુત્ર ન હતો. તેમણે 2002માં પોતાની પુત્રી દિયા કુમારીના પુત્રોને અપનાવ્યા હતા. ભવાનીસિંહના મૃત્યુ બાદ 2011 માં તેમના વારિસના રૂપમાં પદ્મનાભસિંહનો રાજતિલક થયો હતો અને નાનો પુત્ર લક્ષ્યરાજ 2013 માં ગાદી પર બેઠો. દેશમાં રજવાડા પૂર્ણ રૂપથી નાશ કરી દેવાયા છે, પણ અત્યારે હજુ પણ આ રાજવંશોમાં પરંપરામાં સમાયેલ રાજતિલકની વિધિ કરી રાજ્યના વારસાના હકના પ્રતીકાત્મક રૂપે ટ્રાન્સફર કરાય છે.


ગાયત્રીદેવીના પૂત્ર જગતસિંહે થાઈલેન્ડની રાજકુમારી પ્રિયનંદના રંગસીત સાથે વિવાહ કર્યાં. દેવરાજ અને લાલિત્યા તેમના જ સંતાન છે. આગળ જઈને જગતસિંહ અને પ્રિયનંદનાના સંબંધોમાં ખટાશ આવી અને છુટાછેડા થઇ ગયા (પોતાને ભગવાન રામ નાં વંશજ ગણાવનાર ને ત્યાં છુટાછેડા પણ થાય?). રાજકુમારી પ્રિયનંદના પોતાના પુત્ર દેવરાજ અને પુત્રી લાલિત્યાને લઈને થાઈલેંડ પાછી જતી રહી. જગતસિંહનું મૃત્યુ 1997માં થયું હતું.

મહારાણી પદ્મિની દેવી ઘણીવાર શહેરમાં થતા નાના-મોટા કાર્યક્રમોમાં મુખ્ય મેહમાન બનીને પહોંચે છે. ત્યાં જ, તેમની પુત્રી સવાઈ માધોપુરથી એમ એલ એ છે. તે ઘણી વાર રાજસ્થાનમાં થતા કેટલાક કાર્યક્રમોમાં દેખાય છે. તેમની સાથે દિયા કુમારીના પુત્ર અને જયપુરના રાજા પદ્મનાભસિંહ ભારતની પોલો ટીમના ખેલાડી છે. આ પરિવાર જયપુરમાં થતી ભવ્ય પાર્ટીઓમાં ઘણીવાર દેખાય છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :