ટામેટાના એક માત્ર આ છોડ 5 કિલોથી લઈને 10 કિલો સુધીની ઉપજ આપી શકે છે આ પણ તમને વધારે લાગી રહ્યું હશે, હે ને ! અમે અહીં જે ટામેટાના છોડનો ઉલ્લેખ કરવા જય રહ્યા છીએ, તે કોઈ સામાન્ય ટામેટાનો છોડ નથી, તેને ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થા ( IIHR ) એ વિકસિત કર્યું છે.
આ સંસ્થા એ ટામેટાનો આ નવો પ્રકાર વિકસિત કર્યો છે, તેના એક છોડમાંથી 19 કિલો ટામેટાનું ઉત્પાદન થયું છે. રેકોર્ડ બનાવવાવાળી ટામેટાની આ નવી ઉન્નતીશીલ પ્રકારનું નામ અર્કા રક્ષક છે. ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ પરિશોધન ખેતીના અંતર્ગત ઉન્નતશીલ પ્રકારના આ છોડથી એટલી ઉપજ પ્રાપ્ત કરી છે.
આ વિધિથી ટામેટાનું ઉત્પાદનનું આ ઉચ્ચતમ ઉપજ સ્તર છે. આ રેકોર્ડ તોડ ઉપજે ટામેટાની ખેતી કરવાવાળા ખેડૂતોની વચ્ચે હલચલ મચાવી દીધી છે. ભારતીય બાગવાની અનુસંધાન સંસ્થાન અરકાવથી નદીના કિનારે આવેલું છે. આ જ કારણ છે કે ઉત્પાદનનો રેકોર્ડ બનાવવાવાળો ટામેટાનો આ નવા પ્રકારને અર્ક રક્ષક નામ અપાયેલું છે.
આના વિષે સંસ્થાનના પ્રમુખ વૈજ્ઞાનિક અને શાકભાજી પાક વિભાગના પ્રમુખ એટી સદાશિવ કહે છે, ” આખા પ્રદેશ માં ટમેટાની આ સૌથી વધારે ઉપજ છે અને વૈજ્ઞાનિક આંકડા મુજબ ટામેટાની આ પ્રજાતિ રાજ્યમાં ટમેટાની સૌથી વધારે ઉપજ દેવાવાળી સાબીત થઇ છે.”
તેના મુજબ ટમેટાની સંકર પ્રજાતિની અન્ય છોડોમાં સૌથી વધુ ઉપજ 15 કિલો સુધી રેકોર્ડ થઇ છે. તેમણે કહ્યું કે જ્યાં કર્ણાટકમાં ટમેટાનું પ્રતિ હેકટર સરેરાશ ઉત્પાદન 35 ટન છે, ત્યાં જ ટમેટાની પ્રજાતિનું ઉત્પાદન પ્રતિ હેકટર 190 ટન સુધીનું થયું છે.
નવા પ્રકારના ટમેટાના છોડને લઈને ખેડૂતોની વચ્ચે ઘણી ઉત્સુખતા છે. કેટલાક ખેડૂતો તેની ખેતીને લઈને ઘણા આસાન્વિત નજર આવી રહયા છે અને કેટલાક ખેડૂતો તેની ખેતી કરીને રેકોર્ડ ઉપજ પણ પ્રાપ્ત કરી ચુક્યા છે.
ચિકકબલ્લપુર જિલ્લાના દેવસ્થાનદા હૌસલ્લીના એક ખેડૂત ચંદ્દાપપ્પાએ આ ઉન્નતશીલ પ્રજાતિના 2000 ટમેટાના છોડ પોતાના અડધા એકર ખેતરમાં લગાવીને 38 ટન ટમેટાની ઉપજ પ્રાપ્ત કરી જયારે આટલી સંખ્યામાં જ અન્ય હાઈબ્રીડ ટમેટાના છોડથી 20 ટનનું ઉત્પાદન તે લેતા હતા.
ચંદ્દાપપ્પા કહે છે, ” નવેમ્બર 2012 થી લઈને જાન્યુઆરી 2013 ની વચ્ચે મેં 5 રૂપિયાથી 11 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચીને, 80000 રૂપિયાનો ખર્ચ કાપીને પોણા ત્રણ લાખ રૂપિયાની બચત પ્રાપ્ત કરી.”
ડોક્ટર સદાશિવ મુજબ આ માત્ર ઉચ્ચ ઉપજ દેવાવાળી પ્રજાતિ જ નથી પરંતુ ટમેટાના છોડમાં લાગવાવાળા ત્રણ પ્રકારના રોગ, પાંદડામાં લાગવાવાળા કર્લ વાઇરસ, વિલ્ટ જીવાણું અને પાકના શરૂઆતમાં દિવસોમાં લાગવાવાળા વિલ્ટ જીવાણુથી સફળતાપૂર્વક લડવાની પણ તેમાં પ્રતિરોધક ક્ષમતા આવેલ છે. તેમનું માનવું છે કે તેમાં ફૂગ અને કીટનાશક પર થવાવાળા ખર્ચની બચતથી ટામેટાની ખેતીના ખર્ચમાં દસ ટકા સુધીની કમી આવે છે.
તેની સાથે જ ઘટ લાલ રંગના આ ટમેટાની ખેતીના કેટલાક અન્ય ફાયદા પણ છે. ઉદાહરણ તરીકે તેના ઘટ રંગના કારણે આ ટમેટાને વધુ દુરી સુધી ટ્રાન્સપોર્ટની મદદથી મોકલવામાં સરળતા રહે છે.
અન્ય સામાન્ય પ્રજાતિના ટમેટાની ઉપજ બાદ છ દિવસ સુધી રાખી શકાય છે, અન્ય સંકર પ્રજાતિના ટમેટા દસ દિવસ સુધી જયારે અર્ક પ્રજાતિના ટમેટા પંદર દિવસ સુધી સરળતાથી રાખી શકાય છે.