Saturday, 21 October 2017

Blog No Baap

હવે ચોમાસું નજીક આવે છે, કુંડા અને બાગમાં રોપાતા ફુલ છોડ માટે કેટલીક ટીપ્સ……..


* કુંડું પસંદ કરો તો એની નીચે તળીયામાં વધારા નું પાણી નીકળી જાય એવા ત્રણ ચાર કાણાં છે કે નહી તે ચેક કરો, ન હોય તો કાંણાંપાડો.

* નવો છોડ રોપવા નવા કુંડામાં જુના સુકાઇ ગયેલા છોડના કુંડા ની માટી ક્યારેય ન વાપરો.

* નવી માટી બનાવવા…. ખેતર ની સારી માટી નો ઉપયોગ કરો, 50% માટી, 40 % જુનુ કોહવાયેલું છાણીયું ખાતર અને 10% ચારેલી ઝીણી રેત ને બરાબર મીક્ષ કરી ઉપયોગ કરો.

* કુંડા માં પહેલાં ત્રણ ચાર ઇચ ( કુડા ની ઉચાઇ ની સાઇઝ પ્રમાણે ) મોટા કાંકરા ની રેત અથવા ઇટો ના રોડાં ભરો,

* છોડ પસંદ કરતી વખતે મોટે ભાગે સીઝનલ છોડ ન લો, એ મોઘા હશે અને એક સીઝનથી વધારે રહેશે નહી,

* સારો ફુટેલો તંદુરસ્ત છોડ લો, એ લેવા જતાં સાંથે એકદમ ધારદાર છરી કે ચાકુ લઇને જાવ, જો નર્સરીમાં એ છોડ પ્લાસ્ટીક બેગમાં રોપેલો હોય અને એના મુળીયાં જમીન માં ઉતરેલા હોય તો, એને ખેચી ને ન કાઢવા દો, પણ છરી ચપ્પાથી કપાવી ને લો

* લાવ્યા પછી એને તરત બાગ કે કુંડામાં ન વાવો, પણ જ્યાં રોપવાનો હોય ત્યાં અઠવાડીયું એને મુકી રાખો, એ નર્સરી ના વાતાવરણ માં હતો, તેથી તેને તમારા ગાર્ડન કે ઘરના વાતાવરણ તાપ ને અનુકુળ થવા દો.

* રોપતી વખતે ઠાંસી ઠાંસી ને માટી ન ભરો….

* રોપી ને ત્યાં સુધી પાણી આપો જ્યાં સુધી પાણી કુડા ની નીચે ના કાણાં માંથી નીકળે નહી, આમ કરવાથી માટી બેસી જશે અને વધારા નું પાણી નીકળી જાય છે કે નહી તે ચેક થશે, યાદ રાખો પાણી ભરાઇ રહેવાથી મુળ કહોવાશે, છોડ ના મુળ ને પાણી નહી ભેજ ની જરુર છે.

*** ઉપરોક્ત ક્રીયા બાદ ની એક અતી મહત્વ ની વાત…..સૌથી અગત્યની ટીપ્સ. …..કુંડા માં કે બાગમાં છોડ ની રોપણી થયા બાદ તુરંત અતી ધારદાર કાતર થી એના 50% પાન દુર કરો, તથા નીર્રદય અને કઠોર બની તેની પરની કળીયો, ફુલ કે ફળ ( જો હોય તો) કાતર થી દુર કરો…….

યાદ રાખો નર્સરી વાળાએ છોડ વેચવાનો છે, એટલે એણે ફુલ,કળી,ફળ ગ્રાહકને બતાવવા રાખ્યા હશે ,આપણે તેને ઉછેરવાનો છે….. આમ કરવાથી છોડ પોતાની શક્તિ પાન,કળીઓ,ફુલ અને ફળને વીકસાવવા માં નહી પણ મુળ ને વીકસાવવા વાપરસે, જો આમ નહી કરો તો તરત પ્લાન્ટેશન કરેલા અને થોડેધણે અંશે ક્ષતી પામેલા મુળ ( રુટ) પર છોડ પર રહેલા વધારે પાન,કળી,ફુલ ,ફળ ને પોષણ પુરું પાડવાની જવાબદારી વધસે, અને તે મુરઝાસે…..

* ચોમાસા માં કેક્ટસ ના કુળના છોડ ને સીધા વરસાદ થી દુર રાખો…..અને વાદળ હોય સતત વરસાદ હોય ત્યારે જરુરીયાત મુજબ અઠવાડીયેજ પાણી આપો,

* જો તમે એની કાયમી સંભાળ ન રાખી શકતા હો તો ન વાવો, બાગાયત અને પ્લાન્ટેશન દેખાદેખી કે અતી ઉત્સાહ થી નહી પણ તમને આનંદ આવતો હોય અને શોખ હોય તોજ કરો, કારણ કે આ ધીરજ માંગીલે તેવો સજીવ ને ઉછેરવા નો શોખ છે.

* એને દરરોજ હાથ ફેરવી વહાલ કરો, દરેક પ્લાન્ટ નું નામ પાડો, અને એ નામે જ તેને બોલાવો………
તો તૈયાર રહો સીઝન આવી રહી છે…..
ઘટાએ ઉંચી ઉંચી કહે રહી હે , નયે અંકુર ખીંચવા ને કે દીન હે……જીગર કે તાર છીડ જાને કે દીન હે……..
અચ્છે બાગબાં બન જાને કે દીન હે…….

જેમ પ્રાણી ઓ ને પાળીયે છીએ એમ બહું પ્રેમ અને લાડકોડ થી છોડ ઝાડ ને ઉછેરો……..કેમ કે……દુનીયા માં આ એકજ સજીવ એવું છે જે હગતું મુતરતું નથી…..એટલે એ ગંદી સફાઇ આને પાળનારે કરવાની નથી…..ઉપરથી ફળ,ફુલ પાન સુગંધ ઔષધી મફત માં…….. લુંટાય એટલું લુંટો….દીલ ખોલી ને, પણ લુંટતા પહેલાં વાવો…..દીલ ખોલી ને.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :