યુનાની સંશોધનમાં ઘણી દવાઓ ને રોગોના નિદાન માટે દૂધ સાથે કે દુધમાં નાંખી ને તેને ઉકાળીને આપે છે. આવો જાણીએ તેના વિષે.
માઉલ્જુબ્ન ના લાભ
દુધને ફાટી ને કાઢેલું પાણી માઉલ્જુબ્ન કહેવાય છે. આ સુપાચ્ય હોય છે જે શરીરમાં તરત ભળી જાય છે. કમળાનો રોગ અને પેટને સાફ રાખવા માટે તેનો ઉપયોગ કરાય છે. લીવર કે પેટને લગતી તકલીફોમાં ભોજનને નિયંત્રિત કરી ડાઈટોથેરોપી આપવામાં આવે છે. તેવામાં તજજ્ઞો હળવા ભોજન તરીકે આને પીવાની સલાહ આપે છે જેથી શરીરમાં શક્તિ જળવાય રહે.
નબળી યાદશક્તિ
જુદી જુદી ઔષધીઓના શીરાને (પાણીમાં ઔષધીને પીસીને તેનો રસ કાઢવો) ને દુધમાં ભેળવીને હરીરા તૈયાર કરવામાં આવે છે, તેને નિયમિત રીતે લેવાથી યાદશક્તિ વધે છે.
ગળામાં સોજો
અમલતાસ ના ફળની અંદર નો ભાગ કાઢીને દુધમાં ઉકાળો. હુંફાળું થયા પછી તેના કોગળાં કરવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. કફની તકલીફ હોય તો દુધમાં ઈલાયચી ઉકાળીને પણ પી શકો છો.
ચહેરા ઉપર ચમક
દૂધ રક્તસંચાર ને બરોબર રાખે છે જેનાથી ત્વચાની કોશિકાઓ સ્વસ્થ રહે છે. ઉબટન (લેપ કે ફેશ પેક) ને ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ચમકદાર થાય છે. તે ઉબટનને બનાવવા માટે ઘણી જાતના અનાજને વાટવામાં આવે છે અને તેમાં દૂધ, હળદર અને ચંદનને ભેળવવામાં આવે છે. ત્યાર પછી તેને પ્રયોગ માટે લઇ શકાય છે.
પનીરમાયા
ગાય, ઘેટાં કે ઊંટણી વિયાયા પછી ના દૂધમાંથી બનતાં પનીરને પનીરમાયા કહે છે. તેમાં ઈમ્યુનોગ્લોબીન વધુ પ્રમાણ માં હોય છે જે રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારીને હ્રદય અને મગજને મજબુત બનાવે છે. તજજ્ઞો આને દર્દીની સ્થિતિ અને ઉમર અનુસાર લેવાની સલાહ આપે છે. દુધને અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુઓની સાથે સેવન કરવાથી અલગ-અલગ અસર થાય છે.