નસ ઉપર નસ ચડવા જેવી બીમારી થી બની શકે કે તમે દુખી હો કેમ કે આ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે બધા લોકો આ ઉપચારને જુએ છે પરંતુ કોઈ તેના કારણને નથી જાણવા માંગતા, કારણ કોઈપણ હોય તે જાણવાનો કોઈની પાસે સમય નથી ગોળી લો અને આપણું કામ ચલાવો પણ ભવિષ્યમાં આ બીમારીથી શું નુકશાન થઇ શકે છે આજે તે વાત ઉપર લખવાની તક મળી. ઘણા લોકોને રાત્રે સુતી વખતે પગ અને પીંડીઓમાં મીઠો મીઠો દુઃખાવાનો પણ અહેસાસ થાય છે. પગમાં દુઃખાવા સાથે જ બળતરા, સુન્ન, ઝણ ઝણાતી કે સોઈ ભોકવા જેવો અહેસાસ થાય છે.
શરીરમાં ક્યાંય પણ, કોઈપણ માંસપેશીઓમાં દુઃખાવો (Muscular pain) થાય તો તેનો ઈલાજ કોઈપણ થેરેપીમાં પેન કિલર સિવાય કઈ જ નથી. તે તમે બધા સારી રીતે જાણો છો અને તમે તે પણ જાણો છો કે પેન કિલર કોઈ ઈલાજ નથી. તે એક નશા જેવી છે જેટલો સમય તેની અસર રહે છે તેટલો સમય બ્રેનના દુઃખાવાનો અહેસાસ નથી થતો. અને તમને પેન કિલર ખરાબ અસર (સાઈડ ઈફેક્ટ) વિષે પણ જાણો છો, જેને તમે ધારો તો પણ ના નહી કહી શકો. આ બધાનું મુખ્ય કારણ છે ખોટી રીતે બેસવું – ઉઠવું, સોફા કે પથારીમાં અડધા સુવાની સ્થિતિમાં વધુ સમય રહેવું, ઊંધું સુવું, બે બે ઓશિકા રાખીને સુવું, પથારીમાં બેસીને વધુ સમય સુધી લેપટોપ કે મોબાઈલ નો ઉપયોગ કરવો કે વધુ મુસાફરી કરવી કે વધુ સમય સુધી ઉભું રહેવું કે વધુ સમય સુધી એક સ્થિતિમાં બેસી રહેવું વગેરે.
પહેલા લોકો રોજ બરોજની જરૂરિયાતો માટે મશીનો ન હોવાને કારણે શારીરિક મહેનત વધુ કરતા હતા. જેવા કે વાહનો ના હોવાથી માઈલો સુધી પગે ચાલતા, ઝાડ ઉપર ચડવું, લાકડા કાપવા, તેને સળગાવવા માટે લઇ શકાય તે માટે તેને ટુકડા કરવા (ફાડવા), ખેતરમાં કામ કરવા પાવડા, ખુરપા, દાંતી વગેરેનો ઉપયોગ કરવો જેનાથી તેમના હાથો અને પગમાં કુદરતી રીફ્લેકશ પોઈન્ટ્સ પોતાની મેળે જ દબાતા રહેતા હતા અને તેનો ઉપચાર જાતે પ્રકૃતિ કરતી રહેતી હતી. તેથી તેઓ હમેશા તંદુરસ્ત રહેતા હતા. હું શરીરને સ્વસ્થ રાખવામાં પ્રકૃતિની મદદ કરું છું તેની વિરુદ્ધ નથી એટલા માટે મારા ઉપચારની કોઈ ખરાબ અસર(side effects) નથી.
શરીરમાં કોઈ પણ રોગ આવતા પહેલા આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી થઇ જાય છે કે માંસ પેશીઓ ઉપર નિયંત્રણમાં નુકશાન (loss of muscle control) અને કોઈ મોટો રોગ આવતા પહેલા ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલા અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ (endocrine glands) ની કાર્યપ્રણાલી સુસ્ત અને અવ્યવસ્થિત થઇ જાય છે. થોડી ગ્રંથીઓ પોતાનું કામ ઓછું કરવા લાગે છે અને થોડી ગ્રંથીઓ વધુ, જેના કારણે ધીમે ધીમે શરીરમાં રોગ થવા લાગે છે.
જેની આપણેને યા તો ખબર નથી પડતી કે પછી તેને આપણે નબળાઈ, કામનું ભારણ, ઉંમરનું કારણ, ખાવામાં વિટામિન્સ-પ્રોટીન્સની ઉણપ, થાક, કસરતનો અભાવ વગેરે જાણી જોઇને ટાળતા હોઈએ છીએ કે પછી દવાઓ ખાતા રહીએ છીએ. જેનાથી ગ્રંથીઓ (endocrine glands) ક્યારેય ઠીક નથી થતી પરંતુ તેની (malfunctioning) અવ્યવસ્થિત કાર્ય પ્રણાલી ચાલતી રહે છે જેનું પરિણામ ઓછામાં ઓછું બે ત્રણ વર્ષ કે ક્યારેક ક્યારેક તેનાથી પણ વધુ સમય પછી અચાનક સામે આવી જાય છે કોઈ મોટા રોગના સ્વરૂપમાં, તે કોઈપણ હોઈ શકે છે.
જેમ કે સુગર વધુ ઊંચું લોહીનું દબાણ, (high blood pressure) થાઈરોઈડ, (hypothyroidsm or hyperthyroidism) હ્રદયની બીમારી, ચામડીના રોગ, કીડનીને લગતા રોગો, નાડી તંત્રને લગતા રોગો કે કોઈ બીજા હજારો છે. પરંતુ મારા ઉપચાર દ્વારા બધા અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ યોગ્યરીતે કામ કરવા લાગી જાય છે. નહી તો તે કહે કે માંસ પેશીઓ ઉપર નિયંત્રણ માં નુકશાન (loss of muscle control) ઓછું થઇ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબુત થઇ જાય છે. તો કોઈ પ્રકારના રોગ શરીરમાં આવવાની શક્યતા જ રહેતી નથી. આ કારણ છે લગભગ બે પેઢીઓ પહેલા આજકાલ જોવા મળતા લોકોને રોગ થતા નથી. એટલા માટે આજકાલ ઘણા રોગ ને (lifestyle diseases) રહેણી કરણીના રોગ માનવામાં આવે છે.
નસ ઉપર નસ ચડવું ને એક બીમારી ખબર છે પરંતુ ક્યાં ક્યાં ની નસ ક્યારે ચડી જાય કોઈ નથી કહી શકતું થોડા દર્દ અહિયાં લખી રહ્યો છું જે આ મુજબ છે
મસ્કુલર સ્પાજમ મસલ નોટ ને કારણે થનારા બધા રોગો જેમ કે કમરદર્દ, ખભાનો દુઃખાવો, ગરદન અને ખંભાનો દુઃખાવો, છાતીમાં દુખાવો, કોણીમાં દુઃખાવો, બાજુનો દુઃખાવો, આંગળી કે અંગુઠાનો દુઃખાવો, આખા પગનો દુઃખાવો, ગોઠણનો દુઃખાવો, ગોઠણની નીચેનો દુઃખાવો, ગોઠણની પાછળનો દુઃખાવો, પગના આગળના ભાગમાં દુઃખાવો, એડીમાં દુઃખાવો, પંજામાં દુઃખાવો, નિતંબમાં દુઃખાવો, બન્ને ખંભામાં દુઃખાવો, જડબા અને કાનની આજુ બાજુનો દુઃખાવો, અડધા માથાનો દુઃખાવો, પગના અંગુઠામાં વગેરે માથાથી પગ સુધી શરીરમાં ઘણા બધા રોગો હોય છે. આપના શરીરમાં લગભગ ૬૫૦ માંસપેશીઓ હોય છે. જેમાં થી ૨૦૦ ની આજુ બાજુ મુસ્કુલર સપાસમ કે મસલ નોટ થી પ્રભાવિત હોય છે.
મસ્કુલર સ્પાસમ (Muscular Spasm) કે મસલ નોટ(muscle Note) કે નસ ઉપર નસ ચડવી
આપણા શરીરમાં જે જે જગ્યાએ લોહી જઈ રહ્યું છે. તેની સામે તે તે જગ્યાએ વીજળી પણ જઈ રહી છે. જેને બાયો ઈલેક્ટ્રીસીટી કહે છે લોહી જે છે તે ધમનીઓ અને શીરાઓ (arteries and veins) માં ચાલે છે. અને કરંટ જે છે તે તંત્રિકાઓ (nerves) માં ચાલે છે.
શરીરના કોઈપણ ભાગમાં જો લોહી નથી પહોચી રહ્યું તો તે હિસ્સો સુન્ન થઇ જાય છે કે માંસપેશીઓ ઉપર નિયંત્રણ નથી રહેતું (loss of muscle control) અને તે જગ્યાએ હાથ લગાવવાથી ઠંડો લાગે છે અને શરીરના જે ભાગ માં ઈલેક્ટ્રીસીટી (bio-electricity) નથી પહોચી રહી, તે જગ્યાએ તે ભાગ ઉપર દુઃખાવો થઇ જાય છે અને ત્યાં હાથ લગાવવાથી ગરમ લાગે છે. તે દર્દનું સાયન્ટીફીક કારણ હોય છે કાર્બોનિક એસીડ (h2co3 carbonic acid) જે બાયોઇલેક્ટ્રિસીટી ની ઉણપ હોય છે, તેટલું વધુ કાર્બોનિક એસીડ ઉત્પન થાય છે અને તેટલા જ વધારે દુઃખાવા પણ થાય છે. જેવી તે માંસપેશીમાં બાયોઇલેક્ટ્રિસીટી જવા લાગે છે ત્યાંથી કાર્બન ભળીને લોહીમાં ભળી જાય છે, અને દર્દ ઠીક થઇ જાય છે. લોહીમાં ભળેલા કાર્બોનિક એસીડને શરીરની રક્ત શોધક પ્રણાલી પરસેવો અને પેશાબ દ્વારા બહાર કાઢી નાખે છે.
* અનિયંત્રિત મધુમેહ લોહીમાં સાકર નું સ્તર)
* શરીરમાં પાણી, લોહીમાં સોડીયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ સ્તર ઓછું થવું.
* પેશાબ વધુ થનાર ડાયયુંરેટીડ દવાઓ જેવી કે લેસીક્સ સેવન કરવાને કારણે શરીરમાં પાણી, ખનીજ લવણ નું પ્રમાણ ઓછું થવું.
* મધુમેહ, વધુ દારૂ પીવાથી, કોઈ બીમારીને કારણે નબળાઈ,ઓછું ભોજન કે પોષ્ટિક ભોજન ન લેવા થી ‘Poly-neuropathy’ કે નસો ની નબળાઈ.
* ઘણા હ્રદય રોગીઓ માટે દવાઓ જેમ કે ‘Beta-blockers’ કહેવાય છે તે પણ ઘણી વખત તેનું કારણ હોય છે.
* કોલેસ્ટ્રોલ ઓછું કરનારી દવાનું સેવન કરવાથી.
* વધુ પ્રમાણમાં કસરત કરવી, રમવું, વધુ પડતો પરિશ્રમ કરવાથી.
* એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી પગ વાંકા રાખવાને કારણે અને પેશીયોના થાકનું કારણ હોય શકે છે.
* પગની ધમનીઓની અંદરના ભાગમાં કોલેસ્ટેરોલ જમા થવાથી, તેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થવાથી.
* પગના સ્નાયુઓ મધુમેહગ્રસ્ત હોવું.
* વધુ પડતી સિગરેટ,તમ્બાકુ, દારૂનું સેવન કરવું, પોષક તત્વોની ઉણપ, સંક્રમણ થી.
નસ ઉપર નસ ચડવાની બીમારી હોવાના લક્ષણ
આધુનિક જીવન ધોરણ- જેમાં વ્યક્તિ આરામ દાયક જીવન જીવવા માંગે છે. બધા કામ મશીનોદ્વારા કરે છે, ખાવો પીવો મઝા કરો ની ભાવના રાખે છે, આ પ્રકારના જટિલ રોગોને જન્મ આપી રહ્યા છે.
૧. હાથમાં સુનાપણું થવું, સુતી વખતે જો હાથ કે પગ સુન્ન લાગે, સુતી વખતે હાથ થોડા દબાવાથી સુન્ન (Numbness) થવા લાગે છે, તે વખતે એક હાથ સુન્ન થાય છે, બીજા હાથથી તેને ઉપાડીને પડખું ફેરવવું પડે છે.
૨. હાથની પક્કડ ઢીલી થવી, અથવા પગેથી સીડી ચડતી વખતે ઘુટણ નીચે ના ભાગમાં ખેંચાણ આવે.
૩. ગરદન ની આસપાસના ભાગમાં શક્તિની ઉણપ અનુભવવી.
૪. ગરદનને આગળ પાછળ ડાબી જમણી તરફ ફેરવવામાં દુઃખાવો થવો.
૫. શરીરની ડાબા કે જમણા ભાગમાં દુઃખાવામાં વધારો થવો.
૬. યાદશક્તિ ઓછી થતી જવી.
૭. ચાલવાની તાલમેલ બગડવી.
૮. હાથ પગમાં કંપારી રહેવી. શરીર (હાથ પગ) માં કંપારી ના લક્ષણ કારણ અને ઉપચાર)
૯. માંસપેશીઓમાં એઠન ખાસ કરીને જાંઘ (Thigh) અને ગોઠણની નીચે (Calf)માં Muscle Cramp થવો.
૧૦. શરીરમાં સુતી વખતે સુમ સુમ કે ધક ધક નો અવાજ રહેવો.
૧૧. કોઈ પણ કામ કરતા સમયે આત્મ વિશ્વાસ નો અભાવ અથવા ડર ઉભો થવો. તેને (Psychoromatic Disease) પણ કહેવામાં આવે છે.
૧૨. જરૂર કરતા વધુ હ્રદયના ધબકારા વધેલા રહેવા.
૧૩. શરીરમાં સોય જેવું ભોકાય તેવું લાગવું.
૧૪. શરીરના ક્યારે કોઈ ભાગમાં ક્યારે બીજા ભાગમાં જેમ કે આંખ, જડબા, કાન વગેરેમાં ખાલીપણું અથવા Paralytic Symptoms ઉત્પન્ન થવું.
૧૫. શિયાળા કે ઉનાળામાં શરીર ઉપર વધુ અસર થવી એટલે કે સહન કરવામાં તકલીફ અનુભવવી.
૧૬. એક વખત શરીર આરામની સ્થિતિમાં આવી જાય તો કોઈ પણ કામ કરવાની ઈચ્છા ન થવી એટલે કે ઉઠવા ચાલવામાં તકલીફ થવી.
૧૭. કામ કરતી વખતે સામાન્ય રીતે ઉત્તેજના (Anxiety) ચીડિયાપણું (irritation) કે નિરાશા (Depression) જેવી સ્થિતિમાં રહેવું.
૧૮. રાત્રે બેચેન થઇ જવું, છ સાત કલાકની જરૂરી ઊંઘ ન લઇ શકવું.
૧૯. કામ કરતી વખતે તરત જ થાક નો અનુભવ થવો. પરસેવો વધુ આવે તેમ લાગવું.
૨૦. કોઈ પણ અંગમાં ફફડાટ થતો રહેવો.
૨૧. માનસિક કામ કરવાથી મગજ ઉપર એક પ્રકારનું ભારણ હોય તેવું લાગવું, માનસિક ક્ષમતાનો અભાવ લાગવો.
૨૨. રાત્રે સુતી વખતે પગમાં નસ ઉપર નસ ચડવી એટલે કે અચાનક થોડી મીનીટો માટે વધુ દુખાવાનો અહેસાસ થવો.
૨૩. શરીર ઢીલું ઢીલું જ રહેવું, માનસિક દ્રઢતા નો અભાવ લાગવો.
૨૪. શરીરમાં પગના તળિયામાં બળતરા રહેવી કે હાથ પગ ઠંડા રહેવા. (Neuromuscular disease)
(૧) Nervousness વ્યક્તિ પોતાની અંદર ગભરાટ, બેચેની, વારંવાર તરસ નો અનુભવ કરે છે. કોઈ interview ને આપવું, અજાણી વ્યક્તિને મળવું, ભાષણ આપવું વગેરેથી થોડી હ્રદયના ધબકારા વધે છે અને ઊંઘ સારી રીતે નથી આવતી અને લોહીનો પ્રવાહ અસામાન્ય રહે છે.
એટલા માટે વ્યક્તિના હ્રદય અને મસ્તિક ને શક્તિ આપનારા પોષક પદાર્થ (nervine tonic) નું સેવન કરવું જોઈએ તથા આપણી અંદર આધ્યાત્મિક દ્રષ્ટીકોણ નો વિકાસ કરવો જોઈએ. સમભાવ, સમર્પણ નો વિકાસ કરીને વ્યક્તિગત અહંકારથી દુર રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે જો વ્યક્તિ મંચ ઉપર ભાષણ આપે છે તો તે ભાવ ન લાવે કે તે કેટલું સારું બોલે છે પણ તે ભાવથી પ્રવચન કરે કે ભગવાન તેના માધ્યમ થી ને શું કહેવા માંગે છે. ભવિષ્ય પ્રત્યે ડર, મહત્વકાંક્ષા બધું જ વ્યક્તિમાં રોગ ઉત્પન કરે છે.
(૨) Neuralgia – તેમાં વ્યક્તિને શરીરના કોઇ ભાગમાં વધુ કે ઓછો દુઃખાવાનો અનુભવ થાય છે. જેમ જયારે ચહેરાનું તાંત્રિક તંત્ર (Facial Nervous) રુગ્ણ થઇ જાય છે તો તે રોગને trglminal neuralgia કહે છે. તેમાં વ્યક્તિના ચહેરા ઉપર કોઈ એક અથવા આખું જડબું, વાળ, આંખો ની આજુબાજુ એક પ્રકારનું ખેચાણ જેવો અનુભવ થાય છે. અમુક વેજ્ઞાનિકોએ જોયું છે કે આ રોગ તેને વધુ થાય છે જે બીજાની ખુશી થી દુખી થાય છે. આ રોગ વાળો વ્યક્તિ જો હસવા ધારે તોપણ પીડાથી દુખી થઇ ઉઠે છે. એટલે કે પ્રકૃતિ બીજાની ખુશી દુર કરનારની ખુશી દુર કરે છે.અંગ્રેજી ડોક્ટર તેને રિલેક્સ કરવાવાળી દવાઓ Pregabalin,Migorill, Gabapentin વગેરે આપે છે.
(૩) Parkinson – તેમાં વ્યક્તિના હાથ પગમાં ધ્રુજારી થાય છે. જયારે વ્યક્તિ આરામ કરે છે તો હાથ પગ હલવા લાગે છે. જયારે કામમાં લાગી જાય છે આવી તકલીફ ઓછી થાય છે. તેને L-dopa આપવામાં આવે છે. કૃત્રિમ વિધિ થી તૈયાર કરેલ આ ઓછા લોકોના શરીર સ્વીકાર કરે છે. આયુર્વેદિક સાથે જોડાયેલ કોંચ ના બીજ (કપીકચ્છુ) માં તે રસાયણ મળે છે. એટલે આ ઔષધી તે રોગોમાં લાભદાયક થાય છે. તે માટે કપીકચ્છુ ને ગરમ પાણી માં ધીમા તાપે થોડી વાર પકાવો પછી છાલ ઉતારી ને વ્યક્તિ દીઠ ૫ થી ૧૦ બીજ ને દુધમાં ખીર બનાવી લો. સાથે દાળિયા કે અંકુરિત ઘઉં પણ પકાવી શકાય છે. ખીરમાં થોડા ગાય નું ઘી જરૂર ભેળવોતે કોંચપાક પણ લાભદાયક છે. આ બધા તાંત્રિક તંત્ર અને માંસપેશીઓ માટે લાભદાયક છે.
(૪) અલઝાઈમર : તેમાં વ્યક્તિ ની યાદશક્તિ (Memory)ઓછી થતી જાય છે. ન્યુરો મસ્કુલર રોગની ઝપટમાં મોટા મોટા વ્યક્તિ પણ આવે છે. અ યુગના જાણીતા ભોંતિક શાસ્ત્રના વેજ્ઞાનિક પ્રો. સ્ટીફન હાકીન્સ આ સાથે જોડાયેલ એક ભયંકર રોગથી યુવાવસ્થા માં જ પીડિત થઇ ગયા અને તેનું આખું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું. પરંતુ તેમણે હિમ્મત ન હારી અને સખ્ત સામના દ્વારા પોતાની શોધો (Researches) ને ચાલુ રાખી આજે તે ૬૫ વર્ષની ઉંમરમાં પોતાની જીવન રક્ષા ની સાથે સાથે વિજ્ઞાન ક્ષેત્ર માં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમની ડીગ્રી ને આધારે તેમણે ન્યુટન અને આઈસ્ટાઇન જેવા મહાન વેજ્ઞાનિકો સાથે માનવામાં આવે છે.
નસ ઉપર નસ ચડવાના થોડા ઘરેલું ઉપચાર
સુતી વખતે પગ નીચે મોટો તકિયો રાખીને સુવો.
આરામ કરો. પગને ઉચાઇ ઉપર રાખો.
પ્રભાવિત જગ્યા પર બરફનો શેક કરો. શેક ૧૫ મિનીટ, દિવસમાં ૩-૪ વાર કરો.
જો ગરમ ઠંડો શેક ૩ થી ૫ મિનીટ ની કરો તો આ તકલીફ અને દર્દ બન્ને માંથી રાહત મળશે.
ધીમેથી સંકોચન વાળી પેશીઓ, તંતુઓ ઉપર ખેચાણ આપો, ધીમેથી માલીશ કરો.
વેરીકોજ વેન માટે પગને ઉચાઇ ઉપર રાખો, પગમાં પ્લાસ્ટિક પટ્ટી બાંધો જેનાથી પગમાં લોહી જમા ન થઇ જાય.
જો તમે મધુ મેહ કે ઉચા લોહીના દબાણ ગ્રસ્ત છો, તો નિયમ, ઉપચારથી નિયંત્રણ કરો.
દારૂ, તમ્બાકુ, સિગરેટ, નશીલી ચીજોનું સેવન ન કરો.
યોગ્ય માપના આરામદાયક ચપ્પલ પહેરો.
તમારું વજન ઘટાડો. રોજ ફરવા જાઓ કે યોગ કરો. તેનાથી પગની નસો મજબુત થાય છે,
ફાઈબર વાળા ભોજન કરો જેમ કે રોટી, શાકભાજી કે ફળ. મેંદા અને પાસ્તા જેવા રીફાઈન્ડ ફૂડ નું સેવન ન કરો.
સુતી વખતે તમારા પગને ઉચા કરીને રાખો. પગની નીચે તકિયો રાખો, આ સ્થિતિ માં સુવું ખુબ ફાયદાકારક રહે છે.
ભોજન
* ભોજનમાં લીંબુ પાણી, નારીયેલ પાણી, ફળો ખાસ કરીને મોસંબી, દાડમ, સફરજન, પપેયું, કેળા વગેરેનો ઉપયોગ કરો.
* શાકભાજી માં પાલક, ટમેટા, સલાડ, ફળિયા, બટેટા, ગાજર, બીટ વગેરે નો ખુબ ઉપયોગ કરો.
* ૨-૩ અખરોટ , ૨-૫ પીસ્તા, ૫-૧૦ બદામ, ૫-૧૦ સુકી દ્રાક્ષ નો રોજ સેવન કરો.