ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે, તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા વિષે લગભગ બધા જાણે છે કે આ કેટલો ફાયદાકારક છે. ફૂદીના માંથી ચટણી બનાવવામાં આવે છે, અથવા તે જલજીરા બનાવવામાં ઉપયોગ કરાય છે, પરંતુ અહી અમે તમને જણાવી દઈએ કે ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે, અને આનાથી મોટી-મોટી તકલીફોનો ઉપચાર થાય છે. અને ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે. આગળ જાણો આના ઔષધિય ગુણ અને ફાયદા.
ફુદીના નાં ફાયદા અને ફુદીનાના ઔષધિય ગુણ:
ફુદીનો ગુણોની ખાણ છે સામાન્ય દેખાતો આ છોડ પોતાના માં જ ખુબ શક્તિશાળી અને ચમત્કારી પ્રભાવ રાખે છે. ઉનાળામાં ફુદીનાની ચટણી ખાવી પણ આરોગ્ય માટે ખુબ લાભકારી છે. ફુદીનો ઔષધિય ગુણોની સાથે-સાથે તમારા ચહેરાનું સૌન્દર્ય નિખારવા માટે પણ ખુબ લાભદાયક છે, તેના સિવાય ફુદીનો એક ખુબ સારી એન્ટી બાયોટિક દવા પણ છે.
ફુદીનાના ફાયદા: ફૂદીનામાં ફાયબર હોય છે અને તેમાં રહેલા ફાયબર તમારા કોલેસ્ટેરોલનું લેવલ ને ઓછુ કરવામાં મદદ કરે છે, અને તેમાં રહેલ મેગ્નેશિયમ તમારા હાડકાને શક્તિ આપે છે, અને તેને મજબુત બનાવે છે. કોઈ વ્યક્તિને ઉલટી થાય ત્યારે ૨ ચમચી ફુદીનો દર ૨ કલાકમાં તે દર્દીને પીવડાવો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે, જો તમે પેટને લગતી અને અન્ય બીમારીઓ છે તો ફુદીનાના પાંદડા ને તાજા લીંબુના રસ અને તેના જેટલા જ પ્રમાણ માં મધ લઈને તેની સાથે ભેળવીને લેવાથી પેટની લગભગ બધી બીમારીઓમાં જલ્દી રાહત મળે છે.
ફુદીનાના ફાયદા શરદી ખાંસી માં: શરદી ખાંસી અથવા જૂની શરદી હોય તેના માટે તમે થોડો ફુદીનાનો રસ લો અને તેમાં મરી અને થોડું સંચળ મેળવી લો અને જે રીતે આપણે ચા પીએ છીએ બસ તે જ રીતે આને ચાની જેમ ઉકાળીને પીવાથી શરદી ખાંસી અને તાવ માં ખુબ જલ્દી રાહત થઇ જાય છે, જો કોઈને ખુબ વધું હેડકી આવી રહી હોય તો તેના માટે તાજા ફુદીનાના કેટલાક પાંદડા ચાવવાથી દર્દીને તરત હેડકી બંધ થઇ જાય છે.
માસિક બરાબર અને સમય પર ના આવે ત્યારે તમે ફુદીનાના સુકા પાંદડાનું ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણ ને દિવસ માં બે વાર મધની સાથે ભેળવીને નિયમિત રૂપથી થોડા દિવસ લેવાથી માસિક બરાબર આવે છે અને સમય પર આવવા લાગે છે.
ફુદીનાનો ઉપયોગ: જો કોઈને વાગી જાય અથવા પછી ઘસાઈ જાય તો તે સ્થાન પર કેટલાક ફુદીનાના તાજા પાંદડા લઈને તેને વાટીને લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. અને જો તમને કોઈ પણ પ્રકાર ના દાદર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તમે તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને પ્રભાવિત ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે.
મોઢાની દુર્ગંધમાં ફુદીનાનો ફાયદો: જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તેના માટે તમે બજારમાંથી ફુદીનાના પાંદડા લઇ આવો અને તેને છાયડામાં સારી રીતે સુકવી લો, અને પછી આ સુકા પાંદડા નું સરખી રીતે ચૂર્ણ બનાવી લો અને તમે આનાથી મંજન ની રીતે ઉપયોગ કરો આમ કરવાથી તમારા પેઢાં સ્વસ્થ થશે અને તમારા મોઢામાંથી દુર્ગંધ આવવાનું બિલકુલ બંધ થઇ જશે. આ પ્રયોગને ઓછામાં ઓછા ૨ અઠવાડિયા અથવા વધુમાં વધુ ૧ મહિના સુધી કરી શકો છો.
ગળાના રોગોમાં ફુદીનાના રસને મીઠાંના પાણીની સાથે ભેળવીને કોગળા કરવાથી તમારો અવાજ પણ સાફ થાય છે અને જો ગાળામાં ભારેપણું અથવા ગળું બેસી જવાની ફરિયાદ હોય તો તે પણ આનાથી દુર થઇ જાય છે.
ફુદીનાના ફાયદા ધોમધકતી ગરમીમાં: ગરમીના કારણે ગભરામણ થાય ત્યારે અથવા જીવ બેચેન થાય ત્યારે એક ચમચી સુકા ફુદીનાના પાંદડા અને અડધી નાની ચમચી ઈલાયચી નું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઠંડુ થયા બાદ પીવાથી ખુબ જલ્દી આરામ મળે છે અને સાથે જ કોલેરા થવાની ફરિયાદ હોય તો ડુંગળીનો રસ અને લીંબુનો રસ ફુદીનાની સાથે સરખા પ્રમાણમાં ભેળવીને પીવાથી ખુબ જલ્દી આરામ મળે છે.
સૌન્દર્ય માટે ફુદીનાનો ઉપયોગ કેવી રીતે કરવો: ફુદીનાના રસને મુલતાની માટીની સાથે ભેળવીને તમારા ચહેરા પર લેપ કરવાથી તમારી ઓઈલી ત્વચા સરખી થઇ જાય છે અને ચહેરા પરથી કરચલીઓ ઓછી થઇ જાય છે તેના સિવાય તેને લગાવવાથી તમારા ચહેરાની ચમક વધી જાય છે.
તૈલીય ત્વચા માટે ફુદીનાનું ફેશિયલ: જો તમારી ત્વચા તૈલીય હોય તો તમારા માટે ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહેશે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો, ત્યારબાદ તમારા ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આ પ્રયોગ કરવાથી તમારી તૈલીય ત્વચા સરખી થઇ જાય છે, સાથે જ તમારા ચહેરા પરથી ખીલ અને કરચલીઓ દુર થાય છે.