Thursday, 19 October 2017

Blog No Baap

પિત્તની પથરીથી છો પરેશાન તો ઓપરેશન કરાવ્યા કરતા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર


મનુષ્યના શરીરની સંરચના ખુબ જ જટિલ છે. આના વિષે સામાન્ય મનુષ્ય જલ્દી સમજી શકતો નથી. મનુષ્યનું શરીર ખુબ જ જલ્દી બીમારીના ઝાપટા માં આવી જાય છે. આ કારણે વ્યક્તિ આખું જીવન કોઈ ને કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન રહે છે. કેટલાક એવા પણ લોકો હોય છે, જે આખું જીવન નિરોગી રહે છે. તે પોતાના શરીર અને સ્વાસ્થ્યનું ખુબ વધારે ધ્યાન રાખે છે. આ જ કારણથી જ તે ખુબ ઓછા બીમાર પડે છે.

પથરી બે પ્રકારની હોય છે:

શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ હોય છે, તેમની જ એક છે પથરીની સમસ્યા. પથરી બે પ્રકારની હોય છે, એક કિડનીની પથરી અને બીજી પિત્તની પથરી. જયારે વ્યક્તિને કિડનીમાં પથરી થાય ત્યારે તેને પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે. કેટલીક વાર તે પેશાબના માર્ગેથી બહાર પણ નીકળી જાય છે. પરંતુ જ્યારે પિત્તમાં પથરી થાય ત્યારે પેટના ડાબા ભાગમાં અસહનીય દુખાવો થાય છે. મોટા ભાગના લોકો તેને સર્જરી દ્વારા કઢાવી નાખે છે.

થઇ જાય છે પાચન શક્તિ નબળી:

જ્યારે કોઈ વ્યક્તિને પિત્તમાં પથરી થાય ત્યારે ડોક્ટર તરત પિત્તનું ઓપરેશન કરીને પથરી કાઢી નાખે છે. આ ઘણી તકલીફ આપનારી પ્રક્રિયા હોય છે. આનાથી ભવિષ્યમાં વ્યક્તિની પાચન શક્તિ પણ ઘણી નબળી થઇ જાય છે. આપણા દેશમાં ઔષધીયોનો ઘણા સમયથી ઉપયોગ થતો આવે છે. પિત્તની પથરીને મટાડવા માટે આવા કેટલાક ઘરગથ્થું ઉપચાર છે, જેને અપનાવ્યા બાદ વગર ઓપરેશને પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

પથરીથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપચાર:

સફરજનનું જ્યુસ અને વિનેગર: સફરજનમાં ફોલિક એસીડ આવેલું હોય છે જે પથરીને પીગાળવામાં સહાયક બને છે. દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરવાથી પથરીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેના સિવાય તમે એક ગ્લાસ સફરજનના જ્યુસમાં એક ચમચી વિનેગર મેળવીને દિવસમાં બે વાર સેવન કરો, તમારી પથરી જલ્દીથી પીગળવા લાગશે.

જમરૂખ જ્યુસ: જમરૂખ ના જ્યુસમાં પેક્ટીન તત્વ મળે છે જે લીવરમાં કોલેસ્ટ્રોલનું બનવું અને જામવાથી રોકે છે. પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ગ્લાસ જમરૂખ નું જ્યુસ ભેળવો. ત્યાર બાદ ૨ ચમચી મધ મેળવીને આ જ્યુસનું દિવસમાં ત્રણ વાર સેવન કરો.

બીટ અને કાકડી: એક બીટ, એક કાકડી અને ૪ ગાજર લઈને તેનું જ્યુસ બનાવી લો. આ જ્યુસનું સેવન દિવસમાં બે વાર કરો. આમાં સમાવિષ્ટ વિટામીન સી અને કોલોન તત્વ મિક્સરમાં ચોંટેલા વિશૈલા પદાર્થને બહાર કાઢે છે, આનાથી પથરી પણ બહાર નીકળી જાય છે.

ફુદીનો: ફૂદીનામાં તારપીન તત્વ આવેલા હોય છે જે પથરીને પીગાળવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં કેટલાક તાજા ફુદીનાના પાંદડા નાખો. સારી રીતે ઉકાળ્યા બાદ પાણીને ઠંડુ કરીને તેમાં મધ મેળવો અને દિવસમાં બે વાર તેનું સેવન કરો.

સિંધાલુ: એક ગ્લાસ પાણી ગરમ કરો અને એક ચમચી સિંધાલુ ભેળવીને પીવો. આનાથી પાથરી જલ્દી પીગળે છે. આ રીતે તમે આને દિવસમાં ૨ વાર પીવો ખુબ જ જલ્દી તમને પથરીથી છુટકારો મળી જશે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :