ઘણા બધા લોકો ને સાંધા અને ગોઠણ ના દર્દ ની તકલીફનો સામનો કરવો પડે છે. વધતી ઉંમર સાથે આ તકલીફ પણ ગંભીર થઇ જાય છે. જો તમે પણ આ તકલીફ સામે લડી રહ્યા છો અને ઈલાજ કરાવી ને થાકી ગયા છો તો ગભરાશો નહી આવી ઘણી કુદરતી ઔષધી રહેલી છે જે તમને આ તકલીફથી છુટકારો અપાવી શકે છે.
આજે અમે તમારા માટે જે નુસખો લઈને આવ્યા છીએ તે અઢળક સારવાર ના ગુણો થી ભરપુર છે. તેમાં એવા anti-inflammatory તત્વ રહેલા છે જેમાં મેગ્નેશિયમ, સીલીકોન, વિટામીન સી અને bromelain ભરપુર માત્રા માં હોય છે જે તમને સ્નાયુબંધન (ligaments) અને tendons મજબુત બનાવે છે.
ગોઠણ અને સાંધા ના દર્દ થી રાહત માટે નુસ્ખા
સામગ્રી :
૧. મોસંબી નો રસ એક કપ (a cup of orange juice (100 % natural)
૨. પાણી એક કપ (acup of water)
૩. તજ નો એક ટુકડો (1 cinnamon)
૪. કાપેલું અનાનસ ૨ કપ (2 cup of diced pineapple)
૫. મધ સ્વાદ મુજબ (raw orgaic honey (to taste)
૬. અડધો કપ વાટેલી બદામ (1/2 cup of crushed oats)
૭. જવ ના દલિયા (સૌથી નીચે વિડીયો માં જવ ના દલીયા બનાવવા ની રીત છે) એક કપ (cup rolled oats)
બનાવવાની રીત :
એક વાસણ માં જવ નું ધાન અને પાણી ભેળવો અને થોડી મીનીટો સુધી તેને આગ ઉપર પકાવો. જયારે તે પાકી જાય તો તેને ઠંડુ પડવા માટે મૂકી દો અને પછી બધી વસ્તુ બ્લેન્ડર માં નાખીને મિક્ષ કરી લો. થોડું પાતળું કરવા માટે પાણી પણ નાખી શકો છો.
* આ મિશ્રણ નો રોજ ઉપયોગ કરો.(સેવન કરવાની રીત સૌથી નીચે લખી છે) દર્દ મટી જશે અને સાંધા (tendons), સ્નાયુબંધ (ligaments) વધુ મજબુત થઇ જશે.
આ નુસ્ખા આટલા પ્રખ્યાત કેમ છે ?
* અનાનસ માં Bromelain અને વિટામીન સી ભરપુર માત્રામાં મળી આવે છે, વિટામીન સી શરીર ની કંકાલ પ્રણાલી ને મજબુત બનાવવા માટે મહત્વપૂર્ણ છે, bromelain એક anti inflammatory એજન્ટ તરીકે કામ કરે છે. મોસંબી પણ વિટામીન સી, થી ભરપૂર છે જે પણ temdons અને ligaments ને મજબુત બનાવવા માં મદદ કરે છે.
* તજ પણ anti-inflammatory ગુણો ની સાથે લોહીના પરીસંચરણ વધારવા અને હાડકા અને સાંધા ને મજબુત કરે છે.
ઉપયોગ ની રીત :
* આ તમે સવારે ખાલી પેટ કે ભોજન ના ઓછા માં ઓછા બે કલાક પછી લો. અને તેના સેવન બે કલાક સુધી કઈ પણ ખાવું નહી. અડધો કલાક પછી હુંફાળું પાણી પી શકો છો.