ખજુર નું ફળ પોષ્ટિક તત્વો નો ખુબ જ મોટો ખજાનો છે. તે શરીર ની સપ્ત ધાતુઓ ને પુષ્ઠી કરીને શરીરને લોખંડ જેવું ખડતલ બનાવવા માં સક્ષમ હોય છે. તેના વિષે એક તથ્ય પણ છે કે ખજૂરના ઝાડ જેટલા મોટા હોય છે તેના ફળ તેટલા જ નાના હોય છે. મુખ્યત્વે આ આરબ દેશોમાં મળી આવે છે. અને તેના સ્વાદ અને ગુણોને કારણે આજે આખા વિશ્વ માં સમાન રીતે મળી આવે છે. ખજૂરને સુકવીને ખારેક બનાવવા માં આવે છે. ખજુર થી આપણ ને શું સ્વાસ્થ્ય લાભ થાય છે તે આ પોસ્ટ માં જાણીએ આયુર્વેદ દ્વારા.
આમ નાની દેખાતી ખજુર માં ભરપુર માત્રામાં વિટામીન અને મિનરલ ની સાથે સાથે પ્રોટીન પણ મળી રહે છે. તે ઉપરાંત ફાઈબર ના ગુણો થી પણ ભરેલી છે ખજુર. સાથે જ ખજૂરમાં વિટામીન બિ૧, બિ૨, બિ૩, બિ૫, એ૧ અને વિટામીન સી પણ મળી આવે છે. તે સાથે જ પોટેશિયમ થી ભરપુર પણ સોડીયમ થી મુક્ત હોય છે ખજુર. ખજુર ને ડ્રાયફૂટ ની સાથે ગણવામાં આવે છે, જેના અગણ્ય સ્વાસ્થ્ય લાભ છે. તેના લગભગ ૨૦૦ ફાયદા ગણવામાં આવે છે અમે અહિયાં થોડા અગત્યના ફાયદાઓ વિષે જણાવીશું.
જરૂરી સામગ્રી :
બનાવવાની રીત અને સેવન કરવાની રીત :
* રોજ સવારે નાસ્તો કર્યા પહેલા ત્રણ ખજુર ખાવ. ત્યાર પછી તરત ગરમ પાણી પી લો. આ ઉપાયને સતત ૧ મહિના સુધી નિયમિત દોહરાવો. પણ ધ્યાન રાખશો આ ઉપાય સાથે સાથે તમારે તમારા ખાવા પીવા ઉપર પણ ધ્યાન આપવાનું છે અને સાથે સાથે નિયમિત રીતે કસરત પણ કરવાની છે. સાથે જ આ ઉપાય ની સાથે હાઈ બ્લડપ્રેશર માટે ડોકટરે આપેલી દવા સમયસર નિયમિત રીતે લેવાની છે. હા જો તમને લાગે કે આ ઓછું થવા લાગ્યું છે,તો તમે તમારા ડોક્ટર સાથે તે વિષે વાત કરી શકો છો.
આ સિવાય ખજૂરના થોડા મુખ્ય ઘરેલું ઉપાય :
૧. દરરોજ ખજુર ખાવી અને સાથે દૂધ પીવાથી શરીર ને ભરપુર શક્તિ મળે છે. ખજુર ના સેવન થી મર્દાના તાકાત માં વધારો થાય છે.
૨. બે ખજૂરને દુધમાં ઉકાળી ને ખાવાથી અને સાથે જ તે દૂધ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
૩. હ્રદય રોગી જો ૪ ખજુર ખાય તો તેથી તેમની રક્ત વાહિની માં સ્ક્તનો સંચાર સરળ થાય છે જેનાથી રક્ત સંચાર માં અવરોધ થવાથી હ્રદય રોગ ની શક્યતા નો નાશ થાય છે.
૪. ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં ૨-૩ ગ્રામ મેથી દાણા નું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓ નો કમરનો દર્દ જલ્દી ઠીક થઇ જાય છે.
૫. ખજૂરને મરી ના ચૂર્ણ સાથે ઉકાળીને પીવાથી જૂની શરદી ઠીક થઇ જાય છે.
૬. ખજુર,મિશ્રી,માખણ ભેળવીને ગરમ દુધની સાથે ખાવાથી સુકી ખાંસી ઠીક થઇ જાય છે.
૭. પાચ સાત ખજુર આખી રાત પાણીમાં પલાળીને સવારે આને મધ સાથે ખાવાથી લીવર અને તીલ્લી વધવાના રોગ દુર થાય છે.