પ્રાઇવેટ બંકોની જેમ SBI પણ તેમના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ ઉપર મીનીમમ એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન ન કરવાથી પેનલ્ટી ચાર્જ લગાવી રહ્યા છે.(કેટલાય બિચારા ગરીબો નાં રૂપિયા ચાયું કરી ગયા મીનીમમ બેલેન્સ નાં નામે) વધતી માંગણીઓ ને ધ્યાનમાં રાખીને બેન્કે પોતાના ખાતેદારો ને તક આપી છે. જેનો ફાયદો ૨૭ કરોડ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર ઉઠાવી શકે છે. જો તેઓ આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તો તેમણે ઝીરો બેલેન્સ ઉપર પણ પેનલ્ટી નહી ભરવી પડે.
સેવિંગ એકાઉન્ટને બેઝીક સેવિંગ બેંક ડીપોઝીટમાં ફ્રી માં કરાવો કન્વર્ટ (બેઝીક સેવિંગ માં કન્વર્ટ કરાવવું પડશે)
SBI તરફથી બહાર પડેલી ખબર માં કહેવામાં આવ્યું છે(એ લોકો નું કેવું છે અમારું નહિ તમે ત્યાં જઈ ને આ વિષે પૂછી શકો છો) કે હાલના સમયમાં અમારા ૪૦ કરોડ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર છે. તેમાંથી ૧૩ કરોડ બેઝીક સર્વિસ બેંક ડીપોઝીટ એકાઉન્ટ છે. આ એકાઉન્ટ ઉપર મહિનાનું એવરેજ બેલેન્સ ચાર્જ નથી લાગતો. કસ્ટમર પોતાના સેવિંગ એકાઉન્ટને ફ્રી માં બેઝીક સર્વિસ બેંક ડીપોઝીટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવી શકે છે. તે વખતે તમેને એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય તો પણ પેનલ્ટી નહી ચૂકવવી પડે. તે માટે તમે બેંક બ્રાંચમાં જઈને એકાઉન્ટને કન્વર્ટ કરાવી શકો છો.
સેવિંગ એકાઉન્ટ ઉપર દેવું પડે છે બેલેન્સ ચાર્જ
એસબીઆઈ ના સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ ને ઓછામાં ઓછું બેલેન્સ મેન્ટેન ન કરવાથી મહીને એવરેજ ચાર્જ આપવો પડે છે. મેટ્રો શહેરોમાં એકાઉન્ટ હોલ્ડર્સ માટે દર મહીને ૫૦૦૦ રૂપિયા એવરેજ બેલેન્સ મેન્ટેન કરવું જરૂરી છે. શહેરોમાં એકાઉન્ટ હોલ્ડર્સને દર મહીને ૩૦૦૦ રૂપિયા એવરેજ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. અર્ધ શહેરી વિસ્તારમાં બ્રંચમાં એકાઉન્ટ હોલ્ડર્સ માટે દર મહીને ૨૦૦૦ રૂપિયા એવરેજ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે તેમજ ગ્રામીણ વિસ્તારની બ્રાંચમાં એકાઉન્ટ હોલ્ડર્સ માટે દર મહીને ૧૦૦૦ રૂપિયા એવરેજ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. આવું ન કરવાથી એકાઉન્ટ હોલ્ડર્સ ને મહીને ૫૦ થી ૧૦૦ રૂપિયા સુધી પેનલ્ટી લાગે છે.(ખુલી લુંટ છે લોકો નાં બેંક એકાઉન્ટ પર)
બેઝીક સેવિંગ બેંક ડીપોઝીટ એકાઉન્ટની આ છે ખાસીયત
આ એકાઉન્ટ એસબીઆઈની કોઈ પણ બ્રાંચમાં ખોલાવી શકાય છે. તેમાં મીનીમમ બેલેન્સ મેન્ટેન કરવું જરૂરી નથી. તેમાં કેટલા પણ પૈસા જમા કરવી શકાય છે. આ એકાઉન્ટ માટે કેવાઈસી ડીટેલ આપવું જરૂરી છે. (આમાં પૈસા રાખવા પર વ્યાજ મળે છે કે નહિ ને બીજા કયા ચાર્જીસ લાગે છે એ બધુ જાણી લેવું નહિ તો પાછા ખોલાયા પછી પૈસા કાપવા માંડશે)