Monday, 20 November 2017

Blog No Baap

હવે વિશ્વનો રક્ષક બનશે ભારત, દુનિયા ને બચાવવા માટે નાસા એ ઈસરો પાસે માંગી મદદ


અમેરિકાની એક ભૂલને કારણે વિશ્વ ઉપર દુનિયા નાશ થવાનો ભય સતાવી રહ્યો છે. જો વહેલાસર આ અંગે વિચારવામાં નહીં આવે તો પૃથ્વીના ટુકડે ટુકડા થઈને વિખેરાઈ જશે.

અમેરિકા ના યેલોસ્ટોન પાર્કમાં એક એવો જ્વાળામુખી છે જે સમગ્ર વિશ્વનો વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે. પહેલા અમેરિકાએ આ બાબત્ ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ વિશ્વને જ્વાળામુખીના કહેરથી બચાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિક એવી રણનીતિ ઉપર કામ કરી રહ્યા છે કે ‘સુપરવોલકેનો ‘ ને ફાટવાથી રોકી શકાય. આ કાર્ય માટે નાસા અને ઈસરો ની મદદ માંગી છે.

નાસાના સઁશોધકના જણાવ્યા મુજબ જ્વાળામુખી પાસે ખોદકામ કરવાથી એક રસ્તો નીકળી શકે તેમ છે. તેમને કઈ જગ્યાના ખોદકામ પછી હાઈ પ્રેશરવાળા વોટરજેટ્સની મદદથી જ્વાળામુખીને ઠંડો કરવા માટે પાણી નાખી શકાય . તેનાથી જ્વાળામુખી ફાટવાથી અટકાવી શકાય તેમ છે. આ કામ નાસા અને ઈસરો બંને મળીને કરશે.


નાસાના જેટ પ્રપલજન પ્રયોગશાળા (JPL) ના બ્રાયન વિલકોક્સ એ જણાવ્યું કે વોલ્કેનોમાં ખોદકામ કરવું ખુબજ જોખમકારક છે. તેમણે કહ્યું, જો તમે મૈંગમા ચૈબર ની ઉપર ખોદકામ કરશો અને તેને ત્યાંથી ઠંડો કરવા પ્રયત્ન કરશો તો તે ખુબજ જોખમ ભરેલું કામ છે.. તેનાથી મૈંગમા ચૈબર ની ઉપરનો ભાગ વધુ નબળો પડી શકે છે અને તૂટી પણ શકે છે. જો આમ થશે તો એવી ઝેરી ગેસ બહાર નીકળી શકે છે, જે પર્યાવરણ માટે નુકશાનકારક બનશે.

તેમને સુપરવોલકેનો ના ખતરાથી ક્ષુદ્રગ્રહ કે ધૂમકેતુ ના ખતરાથી પણ મોટો બતાવેલ છે. તેમને કહ્યું કે આ સુપરવોલકેનો માં વિસ્ફોટ થઇ જાય છે તો તેનાથી ધરતી ઉપર લાંબા સમય સુધી તેની અસર થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી વિશ્વભરમાં ભૂખમરા જેવી પરિસ્થિતિ ઉભી થશે અને વાતાવરણમાં મોટી માત્રામાં સલ્ફર ઓક્સાઇડ ફેલાઈ જશે.


યુએસ જીયલોજિકલ સર્વે ની વેબ સાઈટે જણાવ્યું કે યેલોસ્ટોન એક અનુમાન અનુસાર હર 6 લાખ વર્ષ માં એક વખત ફાટે છે. છેલ્લી વખત આ લગભગ 6 લાખ વર્ષ પહેલા ફાટ્યો હતો. હવે નાસાએ યેલોસ્ટોન ના 10 કિલોમીટરના વિસ્તારમાં ખોદકામની યોજના બનાવી છે.

જણાવી દઈએ કે ધરતી પર એવરેજ 1 લાખ વર્ષ પછી જ્વાળામુખીમાં એવા ભયાનક વિસ્ફોટ થાય છે. સુપરવોલકેનો માં બઘાથી હાલમાં થયેલ ધડાકા 27 હજાર વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ ના નોર્થ ટાપુમાં થયો હતો.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :