શું છાપા ઉપર ખાવાનું રાખીને ખાવું યોગ્ય છે ? હમેશા જોવામાં આવે છે કે લોકો જયારે ઘરની બહાર હોય છે તો છાપા ઉપર રાખીને ભોજન કરે છે, કે ખાવાનું છાપામાં પેક કરીને લઇ જાય છે.
પણ દેશના ખાદ્ય સુરક્ષા નિયામક FSSAI એ આવું કરવાવાળાને સાવચેત કર્યા છે અને કહ્યું છે કે ખાવાની વસ્તુઓ છાપામાં પેક કરવી, રાખવી કે તેની ઉપર રાખીને ખાવી ખુબ ખતરનાક હોઈ શકે છે, એફએસએઆઈ એ જણાવ્યું છે કે આવું કરવાથી લોકોના શરીરમાં કેન્સર જેવા ઘાતક રોગો ઉત્પન કરનારા ખરાબ તત્વો પહોચે છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકારે લોકોને છાપા ઉપર ખાવાની વસ્તુ ન રાખવાની સલાહ આપી છે અને કહ્યું છે કે ખાવાનું ઘરમાં કેટલું પણ સારું બનેલ હોય, સ્વચ્છ અને હેલ્દી બન્યું હોય પણ છાપાના સંપર્કમાં આવતા જ તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી રહેતા અને નુકશાન પહોચાડે છે.
આવું કેમ બને છે ? કેમ કે છાપા નો ઉપયોગમાં લેવાતી શાહીમાં ઘણી જાતના બાયોએક્ટીવ તત્વ હોય છે જેના આપણા શરીર ઉપર ખુબ ખરાબ અસર પડે છે, તેની સાથે જ પ્રકાશન શાહીમાં પણ નુકશાન દાયક કલર, પીગમેંટ અને પરિરક્ષક થી થઇ શકે છે જે આપણા શરીરમાં ભોજન સાથે ચોટીને અંદર જાય છે જે ખુબ નુકશાનકારક સાબિત થઇ શકે છે.
આમ તો કોઈ દિવસ છાપું નાં વાંચતા હોય એ પણ ખાતી વખતે નીચે નું છાપું જરૂર વાંચે છે પણ FSSAI એ જણાવ્યું છે એ પ્રમાણે છાપું શાહી વગર નું હોય તો નુકશાન દાયક નહિ હોય એટલે બને ત્યાં સુધી છાપું નાં રાખવું અને જરૂર પડે તો શાહી વિના નો કાગળ રાખી શકો છો.
માટે FSSAI એ લોકોને ખાવાનું છાપામાં પેક કરી દેવું અને તેની ઉપર ખાવાને લઈને લોકોને સાવચેત કર્યા છે અને તેના વિષે બધા રાજ્યના ખાદ્ય અને સુરક્ષા આયુકતોએ જણાવેલ છે કે આ જાણકારીને બધા સુધી પહોચાડો.