ખાવા પીવાની અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગરમ કરીને ફરીથી ખાવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ જાય છે. ઘણીવાર આનાથી કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે. આપણા સૌના ઘરમાં એવું થાય છે કે આપણે એક વાર બનાવેલું ખાદ્યપદાર્થ બીજી વાર ગરમ કરીને ખાઈ લઈએ છીએ. આમ તો આપણે તાજું બનાવેલું ભોજન જ ખાવું જોઈએ ક્યારેય પણ ભોજનને ફરીવાર ગરમ કરીને ન ખાવું શક્ય હોય તો ભોજનને ઠંડું જ ખાઓ.
અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગરમ કરવાથી તેનામાં રહેલું પ્રોટીન ઓછું થઈ જાય છે તેમજ તેમાં રહેલા અમુક તત્ત્વો કેન્સર કારક તત્ત્વોમાં બદલાઇ જાય છે.
આવો જાણીએ એવા જ અમુક ખાદ્ય પદાર્થો વિશે જેને ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ.
૧. બટેટા
બટેટા સ્વાસ્થ્યવર્ધક હોય છે પરંતુ જો આને બનાવીને ઘણી વાર સુધી રાખી મૂકવામાં આવે તો આમાં રહેલા પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે. અને ફરીવાર ગરમ કરીને ખાવાથી પાચનક્રિયા પર નકારાત્મક પ્રભાવ પડે છે.
૨. બીટ
બીટને ક્યારેય પણ ફરી વાર ગરમ કરીને ન ખાવું જોઈએ. આવું કરવાથી તેમાં રહેલું નાઇટ્રેટ સમાપ્ત થઈ જાય છે. જો બીટ વધારે પ્રમાણમાં બની ગયો છે તો એને ફ્રિઝમાં મૂકી દો. અને બીજી વાર ખાવાના થોડા ટાઇમ પહેલાં તેને ફ્રિઝમાંથી બહાર કાઢી લો અને ગરમ કર્યા વિના ખાઓ.
૩. મશરૂમ
કોશિશ કરવી જોઈએ કે મશરૂમ હંમેશાં તાજું જ ખાવામાં આવે. મશરૂમની પ્રોટીનનો ખજાનો કહેવામાં આવે છે પરંતુ બીજી વાર ગરમ કરીને ખાવાથી પ્રોટીનનો કમ્પોઝિશન બદલાઈ જાય છે અને તે હાનિકારક થઇ શકે છે.
૪. ઈંડા
આમ તો ઈંડા ક્યારેય ન ખાવા જોઈએ ભલે તાજા જ કેમ ના હોય. પરંતુ ઈંડાને ફરી વાર ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હંમેશાં નુકસાનકારક હોય છે. ઇંડામાં રહેલા પ્રોટીન બીજી વાર ગરમ કર્યા પછી વિષયુક્ત થઈ જાય છે.
૫. પાલક
પાલકને ફરીવાર ગરમ કરીને ખાવું એ કેન્સરનું કારણ પણ થઇ શકે છે. આનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આમાં રહેલ નાઇટ્રેટ બીજી વાર ગરમ કર્યા પછી એવા તત્વોમાં ફેરવાઈ જાય છે કે જેનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે.