દુનિયાભરમાં તમને સેકડો લોકો એવા પણ હોય છે, તેમને હરવા ફરવા નો ખુબ શોખ હોય છે. જો તમે પણ હરવા ફરવાના શોખીન છો તો અમે તમને લઇ જઈએ છીએ, પહાડો અને હરિયાળી ની સાથે પાણીના ધોધ, ઝરણા, નદીઓ, તળાવ કાઠો આકર્ષિત જગ્યા ઉપર આપણા ભારતમાં જ તે છે ભારતનું સ્કોટલેંડ ત્યાં તમારે જરૂર ફરવું જોઈએ.
હકીકતમાં તેને ઇસ્ટનું સ્કોટલૈંડ કહેવામાં આવે છે. આવો જાણીએ કે કઈ છે આ સુંદર જગ્યા જ્યાં તમારા જીવનમાં એક વાર જરૂર ફરવું જોઈએ. આપણામાંથી ખુબ ઓછા લોકો નોર્થ ઇસ્ટ મુલાકાત કરીએ છીએ. જો તમે પૂર્વોત્તર ના રાજ્યમાં ફરવાનું આયોજન કરી રહ્યા છો તો તમને મેઘાલય એક વાર જરૂર ફરવું જોઈએ.
મેઘાલયની રાજધાની શિલાંગ એક ખુબ જ સુંદર જગ્યા છે. તેને પૂર્વના સ્કોટલૈંડ પણ કહેવામાં આવે છે. તે એટલું સુંદર છે કે તેને તમારે એક વાર જરૂર ફરવું જોઈએ. તે સ્થળે ફરવાવાળા માટે કોઈ સ્વર્ગ જેવું છે. શિલાંગની પાસે ઘણા ઝરણા છે, જે ખુબ ઉંચાઈ ઉપર આવેલા છે. ત્યાં હાથી ઝરણા ખુબ જાણીતા છે. ત્યાં થી શિલાંગ શહેર અને આજુ બાજુના ગામના રમણીય દ્રશ્યો જોવા મળે છે.
શિલાંગથી 56 કી.મી. દુર ચેરાપુંજી છે. તે દુનિયાનું સૌથી વધુ વરસાદ વાળુ સ્થાન છે. તે એટલું સુંદર શહેર છે કે ત્યાના રોમાંચક દ્રશ્યો તમે જીવનભર ભૂલી નહી શકો. ત્યાના સુંદર ઝીલ અને કુદરતી દ્રશ્યો તમારું મન મોહી લેશે. ત્યાં ઉમિયાન ઝીલ ખુબ જ સુંદર છે. ત્યાં એક નહી ઘણા પાણીના ધોધ છે.
શિલાંગ શહેરથી લગભગ 8 કી.મી. દુર એલીફન્ટ ફોલ એક ચર્ચિત સ્પોટ છે, તે ઝરણાનું સ્થાનિક નામ’કા ક્શૈદ લાઈ પાતેંગ ખોહ્સ્યું’ છે. શિલાંગને ઇસ્ટનું સ્કોટલૈંડ કહેવામાં આવે છે. ત્યાની વાસ્તુકળા અને ખાન પાન માં બ્રિટીશ કલ્ચરની ઝલક જોવા મળે છે. શિલાંગમાં એક જગ્યા નથી પણ ઘણા પ્રવાસીઓનું ફરવાનું સ્થળ છે. ખાસ કરીને પાર્ક, વોટર ફોલ અહિયાં જોવા લાયક છે.